Home » Madhya Gujarat » Latest News » Nadiad » Nadiad swoosh tournament volleyball teams sharing, persuasion at

નડિયાદ વોલીબોલ સ્પર્ધામાં ટીમોની વહેંચણી મુદ્દે હોબાળો, અંતે સમજાવટ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:05 AM

મધ્ય ગુજરાત વોલીબોલ સ્પર્ધામાં આણંદની ટીમે ઉગ્ર વિરોધ કર્યો

  • Nadiad swoosh tournament volleyball teams sharing, persuasion at

    નડિયાદ: નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં શનિવારે મધ્ય ગુજરાત વોલીબોલની સ્પર્ધા દરમ્યાન ટીમોના લોટ્સ(વહેંચણી)ના મામલે હોબાળો થયો હતો. જે બે ટીમોને રમવાનું હતું, તેની વહેંચણીના મુદે્ આણંદની ટીમે ઉગ્ર વિરોધ કરતા વિવાદ સર્જાયો હતો. નિયમોની રકઝકના અંતે ગાંધીનગર અને ટેકનિકલ નિષ્ણાતો પાસેથી નિયમો જાણ્યા બાદ ટીમોને સમજાવટ કરતા અંતે મામલો થાળે તો પડ્યો હતો. આ મગજમારીમાં લગભગ દોઢ કલાક મેચ મોડી પડી હતી.


    ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મધ્ય ગુજરાતની વોલીબોલની ટુર્નામેન્ટ નડિયાદ શહેરના મરીડા ભાગોળ પાસે આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં યોજાઇ હતી. જેમાં ખેડા, આણંદ, વડોદરા, દાહોદ અને પંચમહાલની 13 ટીમોએ ભાગ લીધો હતો. દરમિયાન ટુર્નામેન્ટ શરૂ થતા અગાઉ આણંદની ટીમે નોકઆઉટ સ્પર્ધામાં પાડવામાં આવેલ ફિકચર સામે સખત વિરોધ દર્શાવ્યો હતો.

    આમાં બીજી કેટલીક ટીમોએ પણ સૂર પૂરાવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો, અને મેચ અટકાવી દેવામાં આવી હતી. 8 ટીમોએ વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે 5 ટીમોએ ફીકચર અર્થાત વહેંચણી યોગ્ય હોવાનું જણાવ્યું હતું. આખરે ગાંધીનગર કચેરી તથા નિષ્ણાતોનો સંપર્ક કરાતા નિયમ પ્રમાણે ફરીથી ફીકચર પાડી ન શકાય. નહીં તો ફરી પણ વિવાદ થાય એમ કહેતા આખરે દોઢ કલાકના વિલંબ બાદ સવારે સાડા દસના સુમારે વોલીબોલની મેચ શરૂ થઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ