નડિયાદ લાંચ કેસ : તપાસ અમદાવાદ ગ્રામ્ય ACBને સોંપાતા તર્ક-વિતર્ક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ: ખેડા જિલ્લા એસીબી દ્વારા મોટી સિલોડના તલાટી કમ મંત્રી ઉદેસિંહ શનાભાઇ ચૌહાણને પેઢી નામા માટે માંગેલા લાંચના રૂ. 20 હજાર લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તલાટી કમ મંત્રીની સાથે સાથે એસીબીએ ઇશ્વર વસંતભાઇ વાઘેલા (કારકુન) (બરતરફ તલાટી) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ખેડા જિલ્લા એસીબી પી.આઇ. એમ.એફ.ચૌધરીની ટીમે આ મામલાની તપાસ એસીબી અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.રાણાને સોંપવામાં આવી હતી.   આ મામલે એસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રીને કોર્ટે રિમાન્ડ નામંજુર કરી કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આજે નડીયાદના એસ.ટી.નગર સ્થિત બે ઘરમાં સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

બે તપાસ અમદાવાદ મોકલી


મહેમદાવાદ પ્રોહિબિશન કેસની તપાસ અમદાવાદ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપાયા બાદ ટ્રેપની તપાસ પણ અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.ને સોંપવામાં આવતા આશ્ચર્યજન્મ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...