લવજેહાદ: નડિયાદના મહેમદાવાદમાં મુસ્લિમ યુવાન રાજસ્થાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો

મહેમદાવાદમાં સ્થાનિકોએ મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી હિન્દુ સમાજની દીકરીઓની સુરક્ષા માટે પગલાં ભરવા માંગ કરી હતી.
મહેમદાવાદમાં સ્થાનિકોએ મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી હિન્દુ સમાજની દીકરીઓની સુરક્ષા માટે પગલાં ભરવા માંગ કરી હતી.

DivyaBhaskar.com

Sep 13, 2018, 12:24 AM IST

નડિયાદઃ મહેમદાવાદમાં રહેતી એક યુવતી ઘરેથી ગુમ થયા બાદ તેને નગરનો જ એક મુસ્લીમ યુવક ભગાડી ગયાની જાણ થતાં જ બંને કોમના ટોળાં પોલીસ મથકે પહોંચ્યા હતા. બીજી તરફ આ ઘટનાને લઇ બુધવારે સમગ્ર શહેરમાં ભારેલો અગ્નિ જોવા મળ્યો હતો. જ્યારે મંગળવારે સાંજથી જ બંધનું એલાન કરતાં બજારો ખુલ્યાં નહતાં. લવ જેહાદની આ ઘટનાના પગલે મહેમદાવાદ સજ્જડ બંધ રહ્યું હતું.

મૂળ રાજસ્થાનના અને હાલમાં મહેમદાવાદમાં રહેતા પરિવારની 22 વર્ષિય યુવતી તા.10 સપ્ટેંબરના રોજ સવારે 7.45 વાગ્યાના અરસામાં ઘરે કોઇને કહ્યા વગર ક્યાંય જતી રહી હતી. પરિવારજનો દ્વારા તેણીની શોધખોળ કરવા છતાં તેનો કોઇ પત્તો ન લાગતાં આ મામલે મહેમદાવાદ પોલીસને જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ લઇ તપાસ શરૂ કરી હતી. દરમિયાન યુવતી નગરના જ એક મુસ્લીમ યુવક સાથે ભાગી ગઇ હોવાનું માલુમ પડ્યું હતું.

રાત્રે શ્રીરામના નારા સાથે યુવકોએ બંધનું એલાન આપ્યું. લોકેશન અજમેરનું મળતાં ઝડપી પાડવા પોલીસ રવાના


લવ જેહાદની આ ઘટનાને લઇને મહેમદાવાદ બંધનો કોલ આપવામાં આવ્યો હતો, જેને બુધવારના રોજ નગરજનોએ સમર્થન આપ્યું હતું. મહેમદાવાદના બજારો લવ જેહાદના વિરોધમાં સજ્જડ બંધ રહ્યા હતા. પોલીસે યુવક-યુવતીની તપાસ હાથ ધરી છે. તપાસના અંતે લોકેશનના આધારે બંનેને ઝડપી પાડવા માટે એક ટીમ અજમેર રવાના થઇ છે.

બંને કોમનાં ટોળાં પોલીસ મથકે ઉમટ્યાં

યુવતી ભાગી ગયા બાદ પરિવારજનો પુત્રી ગુમ થયાની જાણ કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે આ વાત જોતજોતામાં મહેમદાવાદ નગરમાં ફેલાતા બંને કોમના ટોળાં પોલીસ મથકે એકઠા થયા હતાં. તો હિંદુ સંગઠનના યુવકોએ શ્રી રામના નારા લગાવી બંધની હાંકલ કરી હતી.

અકીલ કામધંધો કરતો ન હતો

યુવતીને ભગાડી જનાર અકીલ લાલભાઇ વ્હોરા (ઉ.વ.22) અપરણિત છે. કોઇ કામધંધો કરતો ન હતો. રખડપટ્ટી કરતો અકીલ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો.


કાર્યવાહી

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અજમેરનું લોકેશન મળ્યું છે. હાલમાં એક ટીમ અજમેર રવાના થઇ છે. હાલમાં નગરમાં શાંતિ છે.-આર.ડી.સગર, પોલીસ સબ ઇન્સપેક્ટર, મહેમદાવાદ

X
મહેમદાવાદમાં સ્થાનિકોએ મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી હિન્દુ સમાજની દીકરીઓની સુરક્ષા માટે પગલાં ભરવા માંગ કરી હતી.મહેમદાવાદમાં સ્થાનિકોએ મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી હિન્દુ સમાજની દીકરીઓની સુરક્ષા માટે પગલાં ભરવા માંગ કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી