તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં સૈફુદ્દીન શોઝનાે વિરોધ, સાસંદ સહિત આગેવાનો હાજર રહ્યાં હતાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ: કોંગ્રેસના સાંસદ અને જમ્મુ કાશ્મીરનાં પ્રમુખ સૈફુદ્દીન શોઝે સરદાર પટેલ અંગે કરેલા વિવાદાસ્પદ વિધાનના નડિયાદમાં ઘેરા પડઘા પડ્યાં છે. આ સંદર્ભે ભાજપ દ્વારા ગુરૂવારના રોજ સરદાર પટેલના જન્મ સ્થળે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સૈફુદ્દીનના પૂતળાનું દહન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ અને જિલ્લા ભાજપના પ્રમુખ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારાં ભારતની એકતા અને અખંડીતતાના મહારથી સરદાર સાહેબ માટે અપમાન જનક શબ્દ બોલનારાં કોંગ્રેસના સૈફુદ્દીન શોઝે પ્રજાની માફી માંગવી જોઈએ. 

અન્ય સમાચારો પણ છે...