નડિયાદના કેરીઆવી પાસે ટ્રેક્ટર સાથેનું ટેન્કર પલ્ટી જતા શ્રમિકનું મોત

પ્રકાશભાઇ ગુલામભાઇ સોઢા પરમારને ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નિપજ્યું હતું

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 11:56 PM
Labor Died In Accident Between Track And Tanker at Nadiad

નડિયાદ: નડિયાદ નજીક કેરીઆવી રોડ પર ટ્રેક્ટર સાથે જોડેલ ટેન્કર પલ્ટી જતા શ્રમિકને થયેલ ગંભીર ઇજાના કારણે તેનું મોત નિપજ્યું હતું. મંગળવારે બપોરે ટ્રેકટર નં.જીજે 07 એએન 5359 પાછળના ભાગે પાણીનું ટેન્ટર જોડી કેરીઆવી નજીકથી ખેતરાળુ રસ્તા પરથી પસાર થતું હતું ત્યારે રસ્તાની બાજુના કાંસમાં પલ્ટી ગયું હતું.

આ અકસ્માતમાં ટેક્ટરના આગળના ભાગે બેઠેલા પ્રકાશભાઇ ગુલામભાઇ સોઢા પરમારને ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નિપજ્યું હતું. અકસ્માતથી નજીકના સ્થળે વિશ્વાસ કન્સ્ટ્રક્શન, રાજકોટની એજન્સી દ્વારા કામ ચાલતું હોવાથી આ કામ અર્થે ટેક્ટર સાથેનું ટેન્કર જતું હતું, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં શ્રમિક તરીકે કામ કરતા પ્રકાશભાઇનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા 108એ સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી.

X
Labor Died In Accident Between Track And Tanker at Nadiad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App