ખેડા પોલીસના 3 અશ્વ સ્પર્ધામાં પોતાનું ખમીર બતાવશે

ભોપાલ ખાતે 37 મી ઓલ ઇન્ડિયા પોલીસ ઇક્વેસ્ટ્રીયન મીટ માટે પોલીસના અશ્વો બાબર, રૂપ અને ડોલી તૈયાર

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 11:14 PM
Kheda police will show their yeast in the 3 horse race

ખેડા પોલીસના 3 અશ્વ સ્પર્ધામાં પોતાનું ખમીર બતાવશે

ભોપાલ ખાતે 37 મી ઓલ ઇન્ડિયા પોલીસ ઇક્વેસ્ટ્રીયન મીટ માટે પોલીસના અશ્વો બાબર, રૂપ અને ડોલી તૈયાર


નડિયાદ: આગામી ડિસેમ્બર- જાન્યુઆરીમાં 37 મી ઓલ ઇન્ડિયા પોલીસ ઇક્વેસ્ટ્રીયન મીટ ભોપાલ ખાતે યોજાશે. જેમાં ખેડા જિલ્લા પોલીસનું પ્રતિનિધિત્વ કરવા માટે પોલીસકર્મી પોતાના 3 અશ્વો સાથે ખમીર બતાવવા થનગની રહ્યા છે. ખેડા જિલ્લામાંથી ખેડા કેમ્પ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી ઘેલાભાઇ મીર આગામી તા.14 મી સપ્ટેંબરના રોજ અમદાવાદ ખાતે ખાસ ટ્રેનિંગ માટે જશે. ભોપાલમાં ખેડા જિલ્લા પોલીસનું પ્રતિનિધિત્વ કરવા માટે ઘેલાભાઇ મીર પોતાના અશ્વ બાબર, રૂપ અને ડોલી સાથે સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘેલાભાઇ મીર 3 વાર ડી.જી. કપમાં ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ જીત્યા છે. તેઓએ અત્યાર સુધીમાં જમ્પમાં સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. હવે ભોપાલની મીટમાં પણ તેઓ વિજેતા બનવાના ધ્યેય સાથે ભાગ લઇ રહ્યા છે.


ઘેલાભાઇ મીર ગોલ્ડ સિલ્વર મેડલ હાંસલ કરી ચૂક્યા છે


મૂળ ધોળકા તાલુકાના મોટીબોર ગામના વતની ઘેલાભાઇ મોતીભાઇ મીર (ઉ.વ.32) 2011થી આ ક્ષેત્રમાં છે. એસ.આર.પી.માંથી તેમને ખેડા કેમ્પમાં મૂકવામાં આવ્યા બાદ તેમણે ઘોડે સવારી શરૂ કરી. 2013માં તેઓ ભાવનગર ખાતે યોજાયેલ ડી.જી. કપમાં ભાગ લીધો હતો જ્યાં ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ હાંસલ કર્યું હતું.


રમતના ઘોડા-ઘોડીને ખાસ ઘી ખવડાવાયછે


રમતમાં જે ઘોડા-ઘોડીને પસંદ કરવામાં આવે છે તેમને ચણા, કાળી જીરી, સૂકું ઘાસ, ઘઉં તેમજ જવનો ભયડો ખવડાવવાની સાથે સાથે ખાસ તો ઘી વધુ આપવામાં આવે છે.

42 સપ્તાહ તાલીમ


અશ્વોની ખરીદી કર્યા બાદ તેને અમદાવાદ ખાતે 42 અઠવાડિયાની તાલીમ આપી જિલ્લામાં મોકલવામાં આવે છે. જો અશ્વ આમાં તાલિમ ન લઇ શકે તો તેને બીજા 3 મહિનાની રિ-ટ્રેનિંગ આપવામાં આવે છે.

કઇ કઇ ઇવેન્ટ યોજાશે

-ક્રોસ કન્ટ્રી - ટ્રેસાજ- સ્કોટડ્રીલ- પોલીસ હોર્સ ટેસ્ટ- ટેન પેકિંગ- જમ્પ- પીલેનરી જમ્પ- નોવીસ જમ્પ- મિડીયમ જમ્પ- ઓપન જમ્પ

બાબર,રૂપ ડોલી વેલર પ્રજાતિની

બાબર

ઉંચાઇ 16.1
ઉંમર 10 વર્ષ
પ્રજાતિ વેલર(અરબી)

બાબર

ઉંચાઇ 16.1
ઉંમર 10 વર્ષ
પ્રજાતિ વેલર(અરબી)

ડોલી

ઉંચાઇ 16
ઉંમર 10 વર્ષ
પ્રજાતિ વેલર(અરબી)

જિલ્લા પોલીસના 4 અશ્વ સવારો - ઘેલાભાઇ મીર -નાગજીભાઇ ભરવાડ - જીતેન્દ્રસિંહ છાસટીયા - તાહિર હુસેન

X
Kheda police will show their yeast in the 3 horse race
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App