ખેડા જિલ્લામાં કરણી સેનાનો ‘પદ્માવત’નો ઉગ્ર વિરોધ ST બસ સળગાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા, નડિયાદ:  ખેડાના કનેરા ગામ નજીક રવિવારની બપોરે બાઇક સવાર કેટલાંક યુવકોએ મુસાફરો ભરેલી ગાંધીનગર – ખંભાત રૂટની એસટી બસને આંતરી મુસાફરોને ઉતારી પેટ્રોલ છાંટી સળગાવી દેતાં અફડાતફડી મચી ગઈ હતી.જો કે, આ ઘટના પદ્માવતના વિરોધમાં છે કે કેમ તે અંગે પોલીસ પાસે કોઇ સ્પષ્ટતા નહતી.

 

ટાયર સળગાવી વિરોધ કરતાં 5 કિ.મી  ટ્રાફિકજામ થયો હતો

 

જ્યારે સેવાલિયા અને ડાકોરમાં કરણી સેના દ્વારા રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવવામાં આવતાં ચક્કજામની સ્થિતી સર્જાઇ હતી. નડિયાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થિયેટર સંચાલકોને આવેદન આપી ફિલ્મ રિલીઝ ન કરવા અપીલ કરાઇ હતી. તો ચકલાસી પાસે ટાયર સળગાવી વિરોધ કરતાં 5 કિ.મી  ટ્રાફિકજામ થયો હતો.

 

નડિયાદ - અમદાવાદની તમામ બસો રદ્દ કરાઇ  

 

રાજ્યભરમાં ફિલ્મ પદ્માવતને લઇને આગચંપી અને રસ્તારોકો આંદોલન કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડા - અમદાવાદ હાઇવે પર કનેરા નજીક રવિવારની બપોરે પસાર થઇ રહેલી એસટી બસ નંબર જીજે-18-વાય-9628ને બસને આંગ ચાંપ્યા બાદ 100 જેટલાં યુવકોનું ટોળું ફરાર થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના બાદ તુરંત જ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યાં હતાં અને એસટી બસને આગ ચાંપનારાં ટોળાંની તપાસ શરૂ કરવામાં આવી હતી. 

 

 

 સેવાલિયા-ડાકોરમાં રસ્તા પર ટાયરો મૂક્યાં

 

 સેવાલિયા અને ડાકોર ખાતે કરણી સેના દ્વારા રસ્તા રોકો આંદોલન કરી, મોટાપાયે સૂત્રોચ્ચાર કરી, ફિલ્મ રિલીઝ ન થાય તેવી માંગ સાથે રવિવારે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. માર્ગ પર બંને બાજુ ટાયરો મૂકી રાજપુત સમાજના યુવકો માર્ગ પરજ બેસી જતાં બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી.

 

ચાલકે બસ ઉભી ન રાખતાં માર માર્યો


કનારા નજીક એસટી બસ સળગાવવા અંગે બસ ચાલક જેન્તીભાઈ માલાભાઈ પરમારે જણાવ્યું હતું કે, કેટલાંક બાઇક ચાલક યુવકો સારસા પાટીયા પાસે બસને ઊભા રહેવા ઇશારો કર્યો હતો.પરંતુ બસ ઉભી રાખી નહતી. આથી, તેઓએ કનારા ગામથી થોડે આગળ બસ આગળ મોટર સાયકલ આડી કરી 27 મુસાફરોને ઉતારી મુક્યાં હતાં. આ ઉપરાંત ચાવી લઇને મને બે લાફા મારી દીધાં હતાં. આ યુવકો પાસે હવા કાઢવાનું મશીન પણ હતું.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
અન્ય સમાચારો પણ છે...