Home » Madhya Gujarat » Latest News » Nadiad » kartika purnima dwarkadish arrival to dakor complete 862 years know Carts speed

દ્વારકાધીશના દ્વારકાથી ડાકોર આગમનના 862 વર્ષ, ગાડુ રોકેટગતિએ પહોંચ્યુ હતું તો સ્પીડ કેટલી હતી?

Divyabhaskar.com | Updated - Nov 22, 2018, 09:37 AM

બોડાણાનું ગાડુ ખખડધજ હોવા છતાં તે રોકેટની ઝડપે એટલે કે માત્ર એક જ રાતમાં છેક દ્વારકાથી ડાકોર આવી ગયું હતું

 • kartika purnima dwarkadish arrival to dakor complete 862 years know Carts speed
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કારતકી પૂર્ણિમાએ દ્વારકાધીશને ડાકોર પધાર્યાને 862 વર્ષ પૂર્ણ થશે

  * ગુગલ મેપની મદદથી દ્વારકાથી ડાકોરનું અંતર જાણવાનો પ્રયાસ
  * રૂટ પસંદગી બાદ લાગતા સમયનું અવલોકન કરવામાં આવ્યું
  * સમયનું અવલોકન કરીને કારની સ્પીડની ગણતરી કરવામાં આવી
  * કારની સ્પીડને આધારે ગાડાની સ્પીડનં અનુમાન કરવામાં આવ્યું

  ડાકોર/ દ્વારકા: સંવત 2075ને કારતક પૂર્ણિમાના રોજ ડાકોરમાં દ્વારકાધીશનું આગમન થયાને 862 વર્ષ પૂર્ણ થશે, જેને લઈને કારતકી પૂર્ણિમાનો ખૂબ મહિમા છે. દ્વારકાધીશ ડાકોર આવ્યા ત્યારે તેમના ગાડાની ગતિ કેટલી હશે એવો સદીઓથી સવાલ લોકોને થતો હશે. ત્યારે DivyaBhaskar.com તેની ગતિનું અનુમાન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ તેનો રૂટ પણ એ હશે તેવું માત્ર અનુમાન કરી રહ્યું છે. રણછોડરાયજી પધાર્યાને સદીઓ વીતી ગઈ છે છતાં ડાકોરના ઠાકોરના ઉત્સવને એજ પરંપરા સાથે ઉજવવામાં આવે છે.


  દ્વારકાધીશનું ગાડુ કેટલી સ્પીડે દોડ્યું હશે!


  દ્વારકાધીશ ગાડુ લઈને રોકેટગતિ કહી શકાય તેમ એક રાતમાં એટલે કે એ સમયે 12 કલાકમાં દ્વારકાથી ડાકોર પહોંચ્યા હતા એવી કથા છે. ત્યારે તેમણે કેટલી સ્પીડે ગાડુ દોડાવ્યું હશે તે આપણે ગુગલ મેપની મદદથી જાણવાનો પ્રયાસ કરીએ. દ્વારકાધીશે દ્વારકાથી જામનગર, રાજકોટ, સાયલા, લીંબડી, ગાંગડ થઈને બગોદરા હાઈવે પકડીને ધોળકા ખેડા રોડમાર્ગે ડાકોર પહોચ્યા હશે. આ અંતર દ્વારકા જગતમંદિરથી ગણીએ તો 531 કિલોમિટર આસપાસ થાય છે. કારની ગતિ પ્રતિકલાક 57 કિમી હોય ત્યારે આ અંતર કાપતા 9 કલાકને 40 મિનિટ લાગે છે ત્યારે દ્વારકાધીશનું ગાડી 12 કલાકમાં ડાકોર પહોંચ્યું હશે ત્યારે તેની સ્પીડ પ્રતિકલાક 44 કિલોમિટર હશે. (માત્ર અનુમાનત્મક ગણતરી છે)


  ખખડધજ ગાડુ રોકેટગતિએ એક જ રાતમાં દ્વારકાથી ડાકોર પહોંચ્યું હતું


  બોડાણાનું ગાડુ ખખડધજ હોવા છતાં તે રોકેટની ઝડપે એટલે કે માત્ર એક જ રાતમાં છેક દ્વારકાથી ડાકોર આવી ગયું હતું. કેમકે તેની કમાન ખુદ જગતના નાથે શ્રીકૃષ્ણએ સંભાળી હતી. આ દિવસ કારતક સુદ પૂર્ણમાનો દિવસ હતો.


  વર્ષમાં 3વાર શ્રીજીને મોટા મુગટ પહેરાવાય છે


  વર્ષમાં ત્રણ વખત શ્રીજીને પહેરાવવામાં આવતો મોટા મુગટમાં એક દિવસ કારતક પૂર્ણિમા એટલે કે દેવદિવાળી પણ છે. તા. 23 નવેમ્બરને શુક્રવારના રોજ કારતક સુદ પૂર્ણિમાને દેવદિવાળીના દિવસે શ્રીજીના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.


  ડાકોરના ઠાકોરની પાંચ આરતી


  ડાકોરમાં પરોઢિયે 5.15 વાગ્યે મંગળા આરતી સાથે શરૂ થશે. બાદમાં સવારે 5.15થી 7.40 વાગ્યા સુધી, સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી, બપોરે 3થી સાંજે 5 વાગ્યા સુધી, સાંજે 5.30 વાગ્યે ઉત્થાપન આરતી થશે. બાદમાં નિત્યાક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી શ્રીજી મહારાજ પોઢી જશે.


  મંગળા આરતી બાદ કેસર સ્નાન આભૂષણોનો શ્રૃંગાર


  પૂનમના દિવસે વહેલી સવારે મંગળા આરતી બાદ શ્રીજીને કેસર સ્નાન કરાવી આભૂષણોના સુંદર શ્રૃંગાર કરી સવા લાખના મુગટ તરીકે જાણીતો રત્નજડિત મોટો મુગટ ધારણ કરાવવામાં આવશે. સાંજ સુધી શ્રીજીને શ્રૃંગાર સાથે આ મુગટ પહેરાવવામાં આવશે. 862 વર્ષ અગાઉ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇ શ્રીજી દ્વારકાધીશથી ડાકોર પધાર્યા હતા.


  મંદિરમાં લાઇટીંગ રોશની, દીવડાનો ઝળહળાટ


  કારતક સુદ પૂર્ણિમાના રોજ દેવદિવાળી નિમિત્તે મંદિરના શિખર ઉપરાંત પરિસરને લાઇટીંગ રોશનીથી સુશોભિત કરવામાં આવશે. તેમજ બંન્ને દિપમાળ પર દીવડાનો ઝળહળાટ કરાશે.


  પૂનમે મંદિરમાં શું નહીં થાય?


  દર પૂર્ણિમાની જેમ આ પૂર્ણિમાએ પણ નિજમંદિર વૈષ્ણવો માટે પ્રતિબંધિત કરવા ઉપરાંત બહારના રાજભોગ, ગૌપૂજા અને તુલાની વિધિ થઇ શકશે નહીં. ઉપરાંત આ દિવસે સાંજે 6 વાગ્યા સુધી પરિક્રમાનો માર્ગ પણ યાત્રિકો માટે પ્રતિબંધિત કરાયો છે.


  વડતાલમાં ભગવાનને છપ્પન ભોગ ધરાવાયા


  વડતાલ ખાતે બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોનો વાર્ષિક પાટોત્સવ ઉજવાઇ રહ્યો છે. ભગવાન શ્રી હરિને મહાઅન્નકૂટ છપ્પનભોગ ધરાવાયો હતો. જેમાં વિવિધ પ્રકારની મીઠાઈ, સુક્કા મેવા સહિતની વસ્તુ ભગવાનને ધરાઈ હતી. મોટી સંખ્યામાં સંતો - મહંતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


  નડિયાદનું સંતરામ મંદિર 1.21 લાખ દીવડાની રોશનીથી ઝળહળી ઉઠશે


  નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં કારતક સુદ પૂર્ણિમાને શુક્રવારના રોજ દેવદિવળી નિમિત્તે 1.21 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે ત્યારે અદભૂત નજારો સર્જાશે. નડિયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીના પર્વનો અનેરો મહિમા છે. પૂ. રામદાસજી મહારાજ પ્રતિ વર્ષની જેમ પ્રથમ દિવડો પ્રગ્ટવાશે. બાદમાં દીવડા પ્રગટાવવા માટે ઠેરઠેર સ્વયંસેવકો ગોઠવવામાં આવશે. જેને લઇ થોડીજવારમાં સમગ્ર પરિસર દીવડાની રોશનીથી ઝળહળી ઉઠશે. તો શુક્રવારે દેવદિવાળીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સંતરામ મંદિરમાં દર્શનનો લ્હાવો લઇ ધન્યતાનો અનુભવ કરશે. ત્યારબાદ વડતાલ મંદિરમાં સ્વામિનારાયણના દર્શનનો લ્હાવો લેશે.

 • kartika purnima dwarkadish arrival to dakor complete 862 years know Carts speed
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  દ્વારકાધીશના ખખડધીજ ગાડુની સ્પીડ જાણવા માટે ગુગલ મેપનો રૂટ પસંદ કરાયો
 • kartika purnima dwarkadish arrival to dakor complete 862 years know Carts speed
  દ્વારકા જગતમંદિરની ફાઈલ તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ