તસવીરોમાં સમાઇ માતા-પિતાની કલ્પના, 11 સપ્ટેમ્બર 2017માં બની હતી હેવાનિયતનો ભોગ

હેવાનિયતનો ભોગ બનેલી કલ્પના રોહિતના પિતાનો વલોપાત, જય જેવા વરુઓથી છેટા રહેવા અનુરોધ

DivyaBhaskar.com | Updated - Sep 11, 2018, 03:26 PM
તસવીરોમાં સમાઇ માતાપિતાની કલ્પના- ફાઈલ
તસવીરોમાં સમાઇ માતાપિતાની કલ્પના- ફાઈલ

નડિયાદ: નડિયાદ શહેરના વી.કે.વી રોડ ઉપર આવેલા કર્મવીર સામ્રાજ્યના 9 મા માળે આવેલા ફ્લેટમાંથી પડતું મુકવાથી કલ્પના રોહિતનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને 11 સપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તેના પિતાએ એક પત્ર જાહેર કરી મનોવ્યથા ઠાલવી હતી અને દીકરીને મોત માટે મજબૂર કરનાર જય પંચાલ જેવા હેવાનોથી દૂર રહેવા નિર્દોષ દીકરીઓને હ્રદયદ્વાવી અપીલ કરી હતી. જય હાલ જેલમાં છે.

હેવાનિયતનો ભોગ બનેલી કલ્પના રોહિતના પિતાનો વલોપાત

ગાંધીનગર ખાતે રહેતા પ્રવિણભાઇ રોહિતની દીકરી કલ્પના નડિયાદ શહેરમાં આવેલી દિનશા પટેલ બીએસસી નર્સિંગ કોલેજમાં રહી અભ્ચાસ કરતી હતી અને કુંદનબેન દિનશા પટેલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. તા.11મી સપ્ટેમ્બર, 2017ના રોજ કલ્પના કર્મવીર સામ્રાજ્ય ફ્લેટમાં નવમા માળેથી પડતાં, મૃત હાલતમાં મળી આવી હતી. આ મામલે ટાઉન પોલીસ દ્વારા તપાસના અંતે છેલબટાઉ જય પંચાલની ધરપકડ કરાઇ હતી. હાલમાં આ કેસ રોજેરોજ ચાલે છે. પુત્રીની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે લખેલા ચાર પાનાના પત્રમાં પિતાએ કહ્યું હતું કે, જય જેવા ભોગી માણસોથી દૂર રહેવું જોઇએ અને તેમનો શિકાર કરોડિયાની જાળમાં ફસાવા જેવો હોવાથી જીવ નીકળે જ છુટકો થાય છે. દારુ, જુગાર અને ઐયાશીના રવાડે ચડી ગયેલો આ હેવાન આજે પણ ડોક્ટરો, અસામાજિક તત્વો સાથે ઘરોબો ધરાવે છે. આ એક વર્ષમાં ઘણું ઘણું સહેવું પડ્યું છે. સમાજની વાતોથી લઇને, કોર્ટની લડતમાં આ પિતા થાક્યા છે, પણ પોતાના કાળજાના કટકાને પોતાનાથી દૂર કરનાર શખ્સને સજા મળે તે માટે લડી રહ્યા છે.


કલ્પનાની સાથે ભણતી દીકરીઓ સેટલ થઇ અને હું પુત્રીને ન્યાય અપાવવા લડી રહ્યો છું
કલ્પનાની સાથે ભણતી તેની સહાધ્યાયીઓ હાલમાં નોકરીએ લાગી 25થી 30 હજાર કમાઇ પોતાના પરિવારને આર્થિક ટેકો આપી રહી છે. જ્યારે હું મારી પુત્રીને ન્યાય મળે તે માટે લડત લડી રહ્યો છું. કોલેજ લાઇફ ખૂબ સંવેદનશીલ હોય છે તેમાં ખાસ ધ્યાન રાખવું જોઇએ- પ્રવિણભાઇ રોહિત

આ પણ વાંચો: છાપરાની બહાર સૂઈ રહેલી યુવતીનું અપહરણ, એક મહિના સુધી દિવસે કામ કરાવ્યું....રાત્રે દુષ્કર્મ

શો-રૂમના માલિકે બાથ ભીડીને મહિલાને ચૂંબન કર્યું અને કહ્યું,- ‘મારી બર્થ-ડે ગિફ્ટ આપ’

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો..

ગત 11મી 2017માં નડિયાદમાં ફ્લેટ પરથી પડતા મૃત્યુ પામી હતી - ફાઈલ
ગત 11મી 2017માં નડિયાદમાં ફ્લેટ પરથી પડતા મૃત્યુ પામી હતી - ફાઈલ
કલ્પના નડિયાદ શહેરમાં આવેલી દિનશા પટેલ બીએસસી નર્સિંગ કોલેજમાં રહી અભ્ચાસ કરતી હતી- ફાઈલ
કલ્પના નડિયાદ શહેરમાં આવેલી દિનશા પટેલ બીએસસી નર્સિંગ કોલેજમાં રહી અભ્ચાસ કરતી હતી- ફાઈલ
જય પંચાલ-  જય પંચાલ
જય પંચાલ- જય પંચાલ
હેવાનિયતનો ભોગ બનેલી કલ્પના રોહિતના પિતાનો વલોપાત- ફાઈલ
હેવાનિયતનો ભોગ બનેલી કલ્પના રોહિતના પિતાનો વલોપાત- ફાઈલ
X
તસવીરોમાં સમાઇ માતાપિતાની કલ્પના- ફાઈલતસવીરોમાં સમાઇ માતાપિતાની કલ્પના- ફાઈલ
ગત 11મી 2017માં નડિયાદમાં ફ્લેટ પરથી પડતા મૃત્યુ પામી હતી - ફાઈલગત 11મી 2017માં નડિયાદમાં ફ્લેટ પરથી પડતા મૃત્યુ પામી હતી - ફાઈલ
કલ્પના નડિયાદ શહેરમાં આવેલી દિનશા પટેલ બીએસસી નર્સિંગ કોલેજમાં રહી અભ્ચાસ કરતી હતી- ફાઈલકલ્પના નડિયાદ શહેરમાં આવેલી દિનશા પટેલ બીએસસી નર્સિંગ કોલેજમાં રહી અભ્ચાસ કરતી હતી- ફાઈલ
જય પંચાલ-  જય પંચાલજય પંચાલ- જય પંચાલ
હેવાનિયતનો ભોગ બનેલી કલ્પના રોહિતના પિતાનો વલોપાત- ફાઈલહેવાનિયતનો ભોગ બનેલી કલ્પના રોહિતના પિતાનો વલોપાત- ફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App