ડાકોરમાં ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

શનિવારે ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ શ્રીજીના દર્શન માટે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:02 AM
In Dakor, Chaitri Poonam has a large crowd of devotees
ડાકોર: યાત્રાધામ ડાકોરખાતે રણછોડરાયજીના મંદિરમાં શનિવારે ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ શ્રીજીના દર્શન માટે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારે શ્રીજીની મંગળા આરતી અને ત્યારબાદ કેસરસ્નાન કરાવી વિવિધ આભૂષણોના શ્રૃંગાર સાથે મોરપીંછનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસર જય રણછોડ, માખણચોરના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી રાત્રે દર્શન બંધ થતા સુધી શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ જારી રહ્યો હતો. સંઘોમાં આવેલા યાત્રિકોની ધજાને ઊંચા શિખર પર ચઢાવવામાં આવી હતી. ચૈત્રી પૂનમે શ્રધ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો. નગરના માર્ગો પર ભીડના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. જેને લઇ યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

X
In Dakor, Chaitri Poonam has a large crowd of devotees
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App