દ્વારકાથી લઈને ડાકોર સુધી ભગવાન શ્રીકૃષ્ણના વાસ સાથે જોડાયેલા પાંચ પ્રસંગો

DivyaBhaskar.com

Nov 23, 2018, 06:28 PM IST
પ્રસંગ-1 બોડાણાની પદયાત્રા
પ્રસંગ-1 બોડાણાની પદયાત્રા
પ્રસંગ-2 પ્રભુસ્પર્શથી લીમડાની ડાળ મીઠી
પ્રસંગ-2 પ્રભુસ્પર્શથી લીમડાની ડાળ મીઠી
પ્રસંગ-3 ભગવાનના રક્તથી ગોમતીનું જળ લાલ થયું
પ્રસંગ-3 ભગવાનના રક્તથી ગોમતીનું જળ લાલ થયું
પ્રસંગ-4 બ્રાહ્મણોને મનાવવા શ્રીકૃષ્ણની મૂર્તિની સુવર્ણતુલા
પ્રસંગ-4 બ્રાહ્મણોને મનાવવા શ્રીકૃષ્ણની મૂર્તિની સુવર્ણતુલા
પ્રસંગ-5 ભક્તની ભક્તિથી પ્રસન્ન દ્વારિકાનાથનું બળદગાડામાં ડાકોર તરફ પ્રયાણ
પ્રસંગ-5 ભક્તની ભક્તિથી પ્રસન્ન દ્વારિકાનાથનું બળદગાડામાં ડાકોર તરફ પ્રયાણ

હરેશ દવે-તેજસ શાહ, ડાકોર: વિક્રમ સંવત 1212માં ભગવાન શ્રી રણછોડરાય દ્વારકાથી ડંકપુર (હાલના ડાકોરમાં) પધાર્યા હતા. કારકત સુદ પૂનમના આ દિવસને દેવદિવાળી તરીકે ઉજવવામાં આવે છે. તેઓ વર્ષો સુધી ડંકનાથ મહાદેવના મંદિરમાં અને ભક્તરાજના કુટુંબમાં એક ઝુંપડા જેવા ઘરમાં જ વસ્યા. રાજા રણછોડરાયની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1828 (ઇ.સ.1772) શાલિવાહન શાકે 1690 ખર સંવત્સર ફાગણ માસ વદ પાંચમને સોમવારે કરવામાં આવી હોવાનું જ્યોતિષ વિશારદ રોહિતકુમાર જોશીએ જણાવ્યું હતું. આ હાલનું મંદિર શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરે બંધાવીને પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. મંદિર 168 X 151 ફૂટ ચોરસ બેસણી ઉપર દરેક બાજુએ બાર રાશિ પ્રમાણે બાર પગથિયાં સાથે નિર્માણ કરાયું છે. 8 ગુંબજ અને 24 મિનારા પૈકી ઊંચામાં ઊંચો મિનારો 90 ફૂટનો છે. મંદિરમાં બે દીપમાળમાં 800 દીવા છે. આ મંદિર સંપૂર્ણ રીતે શ્રીયંત્રને આધારે બનાવેલ છે. (પૂરક માહિતી સ્રોત : ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા પ્રકાશિત પુસ્તક)


પ્રસંગ-1 બોડાણાની પદયાત્રા


અનેક પૈકીની સૌથી પ્રચલિત દંતકથા મુજબ ભગવાનનો ભક્ત ડાકોરનો બોડાણા તેની પત્ની સાથે માટીના કુંડામાં તુલસી ઉગાડી દર 6 મહિને દ્વારકા દર્શનાર્થે જતો. વૃદ્ધાવસ્થાથી આશક્ત થતાં ભગવાન તેની તકલીફ સમજી ગયા અને બોડાણાને ફરીથી જ્યારે દ્વારિકા આવે ત્યારે ગાડા સાથે આવવા જણાવ્યું.


પ્રસંગ-2 પ્રભુસ્પર્શથી લીમડાની ડાળ મીઠી


ડાકોર નજીક પહોંચ્યા બાદ ભગવાને બિલેશ્વર મહાદેવની પાસે લીમડાના ઝાડની ડાળી પકડી થોડો આરામ કર્યો અને સવારે તેનું દાતણ કર્યું. ભગવાનના સ્પર્શથી તે દિવસથી આ લીમડાની અન્ય ડાળો કડવી હોવા છતાં એક ડાળ મીઠી છે અને આ દૃષ્ટાંતને વર્ણવતું એક પ્રચલિત ગુજરાતી ભજન રચાયું છે.


પ્રસંગ-3 ભગવાનના રક્તથી ગોમતીનું જળ લાલ થયું


પૂજારીઓએ મંદિરમાં પ્રતિમા ના જોતા ડાકોર આવ્યા. ભક્ત મૂર્તિને ગોમતી તળાવમાં સંતાડી બ્રાહ્મણોને મળવા ગયો. પૂજારીએ બોડાણા તરફ ભાલો ફેંક્યો, ભક્તનું મૃત્યુ થયું. બોડાણાને ઇજા પહોંચાડવા જતા ગોમતી તળાવમાં બિરાજમાન ભગવાનને પણ ઇજા થઇ અને લોહીથી તળાવનું પાણી લાલ થયું.


પ્રસંગ-4 બ્રાહ્મણોને મનાવવા શ્રીકૃષ્ણની મૂર્તિની સુવર્ણતુલા


શ્રીકૃષ્ણે બોડાણાના પત્ની ગંગાબાઇને તેમના (ભગવાનના) વજન બરાબરું સોનું આપવા કહ્યું અને દ્વારિકા પાછા જવા જણાવ્યું. ગંગાબાઇ પાસે સોનાની નથણી સિવાય કશું હતું નહીં. ભગવાન નથણીના વજન બરાબર હલકા થયા. પુજારી બ્રાહ્મણો નિરાશ થઇ પાછા ફરવું પડ્યું.


પ્રસંગ-5 ભક્તની ભક્તિથી પ્રસન્ન દ્વારિકાનાથનું બળદગાડામાં ડાકોર તરફ પ્રયાણ


બોડાણા ગાડા સાથે દ્વારકા ગયા ત્યારે ગુગલી બ્રાહ્મણોઓએ પૂજારીઓએ નિજમંદિરને તાળું મારી સિલ કર્યું. છતાં મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણ ભગવાને બધા દરવાજા ખોલી નાખ્યા અને બોડાણાને ગાડામાં આરામ કરવાનું જણાવી ભગવાને જાતે ગાડું હંકારી ડાકોર તરફ પ્રયાણ કર્યું.

X
પ્રસંગ-1 બોડાણાની પદયાત્રાપ્રસંગ-1 બોડાણાની પદયાત્રા
પ્રસંગ-2 પ્રભુસ્પર્શથી લીમડાની ડાળ મીઠીપ્રસંગ-2 પ્રભુસ્પર્શથી લીમડાની ડાળ મીઠી
પ્રસંગ-3 ભગવાનના રક્તથી ગોમતીનું જળ લાલ થયુંપ્રસંગ-3 ભગવાનના રક્તથી ગોમતીનું જળ લાલ થયું
પ્રસંગ-4 બ્રાહ્મણોને મનાવવા શ્રીકૃષ્ણની મૂર્તિની સુવર્ણતુલાપ્રસંગ-4 બ્રાહ્મણોને મનાવવા શ્રીકૃષ્ણની મૂર્તિની સુવર્ણતુલા
પ્રસંગ-5 ભક્તની ભક્તિથી પ્રસન્ન દ્વારિકાનાથનું બળદગાડામાં ડાકોર તરફ પ્રયાણપ્રસંગ-5 ભક્તની ભક્તિથી પ્રસન્ન દ્વારિકાનાથનું બળદગાડામાં ડાકોર તરફ પ્રયાણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી