સાસરીમાં જવા રૂપિયા ન હોવાથી દારૂડિયો મધરાતે ST ડેપોમાંથી એક્સ્ટ્રા બસ લઇ જવા નીકળ્યો

due to not having money to go in-laws house liquor caught from the bus accident

DivyaBhaskar.com

Sep 13, 2018, 12:28 AM IST

નડિયાદઃ નડિયાદ બસ મથકમાંથી મંગળવારે રાત્રે એક શખ્સ પોતાની સાસરિયામાં જવા પૂરતા રૂપિયા ન હોવાથી રાજાપાઠમાં સ્પેરમાં પડેલી એસ.ટી. બસ હંકારી જતાં ભારે દોડધામ મચી હતી. તો રસ્તામાં આવતાં એક ઓવરબ્રિજ અને ચર્ચની દિવસા સાથે ભટકાયો હતો. અંતે આ ઇસમને પશ્ચિમ પોલીસે ઝડપી પાડી, શહેર પોલીસને હવાલે કરતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ બસ મથકમાંથી સ્પેરમાં પડેલી બસને સોજીત્રાનો ઇસમ ઉઠાવી ગયો


નડિયાદ બસ મથકમાં મંગળવારે રાત્રે 1.45ના અરસામાં ઉભેલી બસ નંબર જીજે-18-વાય-9757માં સોજીત્રાના ત્રાંબોલ ગામનો ઇસમ ચઢ્યો હતો. જેના પાસે માતર પોતાની સાસરિયામાં જવા પૂરતા રૂપિયા ન હોવાથી રાજાપાઠમાં આ ઇસમે બસ ચાલુ કરી અને હંકારી મૂકતાં ફરજ પરના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ દોડતી થઇ હતી.

બસ મથકથી નીકળેલો આ શખ્સ ઓવરબ્રિજ પર બસ હંકારી હતી. અહીં ઓવરબ્રિજની રેલિંગને બસ અથડાયા બાદ તે આગળ ગયો હતો અને મિશન રોડ ઉપર આવેલા ચર્ચની દિવાલ સાથે ફરી બસ અથડાવી હતી. ચર્ચની દિવાલ તૂટી હતી. દરમિયાન પશ્ચિમ પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સે પોતાની ઓળખ આણંદ જિલ્લાના સોજીત્રાના ત્રાંબોલ ગામે રહેતો જયંતિ શનાભાઇ પરમાર હોવાનું અને માતર પોતાની સાસરિ્યામાં જતો હોવાનુ જણાવ્યું હતું.પોલીસે તેની અટક કરી છે.

જો આ ઘટના વહેલી બની હોત તો જાનમાલને નુકસાન થયું હોત


રાત્રિના 1.45 ના અરસામાં આ ઘટના બની હતી, જે સમયે રેલ્વે સ્ટેશનની આસપાસ પણ લોકોની અવરજવર નહિવત નથી. જો આ જ ઘટના થોડી વહેલી બની હોત તો સ્ટેશનની આસપાસના વિસ્તારમાં જાનમાલને નુકસાન થયું હોત.

X
due to not having money to go in-laws house liquor caught from the bus accident
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી