તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • વડતાલમાં બિલ્ડિંગ હટાવવા નોટિસ છતાં સરપંચે બાંધકામ ચાલુ રાખ્યું | Despite The Notice To Remove The Building In Vadtal, The Sarpanch Continued Con

વડતાલમાં બિલ્ડિંગ હટાવવા નોટિસ છતાં સરપંચે બાંધકામ ચાલુ રાખ્યું !

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: વડતાલ ખાતે રિનોવેશનના નામે જુનુ મકાન તોડી તે સ્થળ પર છ માળું મસમોટું બિલ્ડીંગ વગર મંજુરીએ સરપંચે બનાવી દીધાનો આક્ષેપ ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યો કર્યો હતો. આ અંગે જરૂરી તપાસ માટે બિલ્ડીંગ તોડી પાડવા પણ તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ આપી હતી. આમ છતાં કોઇ જ અસર થઇ નહતી. જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. વડતાલના ડેપ્યુટી સરપંચ ગૌત્તમભાઈ ઠાકોરે જણાવ્યું હતં કે, સરપંચે અને તેમના પતિએ સત્તાનો દુરૂપયોગ કરી રિનોવેશનના નામે મોટું બિલ્ડીંગ ગેરકાયદે બનાવી લીધું છે. ઉપરાંત 7મી જૂનના રોજ ગ્રામ સભાનું આયોજન બાબતે કોઇ એજન્ડા કે જાણ કરી નહતી. ખોટા પ્રમાણપત્રો ઉભા કરી ત્રણ લાખની ઉચાપત પણ કરી છે. મનસ્વી વર્તન પણ કરે છે. આવેદનપત્ર આપતા ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો પણ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...