Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Nadiad » Auto accident between a truck, killed the mother of two children

રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, બે સંતાનોની માતાનું મોત

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 11:51 PM

ઘટના બાદ લોકોએ પીછો કરતા ચાલક ટ્રક મૂકી ફરાર, ફરિયાદ કરાઇ

  • Auto accident between a truck, killed the mother of two children

    નડિયાદ, સેવાલિયા: સેવાલિયા નજીકના અંઘાડીના પુલ ઉપર ટ્રક રિક્ષા સાથે અથડાતા અંદર બેઠેલ મુસાફર મહિલાનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ડ્રાયવર ભાગવાની કોશિશ કરતા લોકોએ ટ્રકનો પીછો કર્યો હતો. આથી ડ્રાયવર ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ઘઉંનો જથ્થો ભરીને અંઘાડી પુલ પરથી માતેલા સાંઢની જેમ પસાર થતી ટ્રક નં. જીજે 18 એટી 8552ના ચાલક ઇલ્યાસ પટેલે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રિક્ષા નં. જીજે 07 વાયવાય 1634 સાથે ધડાકાભેર અથડાઇ હતી.

    આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા મહુધાના અલીણા પાસેના શુરી ગામના વીણાબેન ઉદેસિંહ ચૌહાણ (ઉ.35)ને ગંભીર ઇજા થવાથી તેઓનું કરૂણ મૃત્યુ થયું હતું. વીણાબેનના અવસાનથી તેમના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. મહિલા સણસોલી નજીક ઝેરના મુવાડામાં બેસણામાંથી પરત ફરતા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે રોકકળ થતા વાતાવરણ ગમગીન બન્યું હતું. જ્યારે ટ્રકનો ચાલક ઈલ્યાસ પટેલ ભાગી જતા લોકોએ તેનો પીછો કરતા અંગાડી પહાડીયા પાસે તે ગાડી મૂકી ફરાર થઇ ગયો સેવાલિયામાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending