નડિયાદ/ અજમેર બોમ્બ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી સુરેશ પિતાની અંતિમક્રિયામાં પણ ન રહ્યો હાજર

DivyaBhaskar.com

Nov 26, 2018, 11:55 AM IST
અજમેર બોમ્બ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી સુરેશ નાયર ઝડપાયો
અજમેર બોમ્બ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી સુરેશ નાયર ઝડપાયો

* મૂળ ડાકોરનો વતની સુરેશ નાયર અજમેર બોમ્બ બ્લાસ્ટ કેસમાં ભરૂચથી ઝડપાયો


* બોમ્બનો સામાન સપ્લાય કર્યાનો તેના પર આરોપ


* ભાઈએ કહ્યું- સુરેશ કોઈ રાજકીય ષડયંત્રમો ભોગ બની રહ્યો છે

નડિયાદ, ડાકોર: અજમેરની દરગાહમાં વર્ષ 2007માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા ડાકરોના વતની સુરેશ નાયરની ભરૂચ પાસેના શુકલતીર્થથી બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરેશના ફરાર થયા બાદ તેના પિતાનુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. દીકરી કેરળથી આવનાર હોઇ 3 દિવસ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. સુરેશ તેમના અંતિમ સંસ્કાર કે અંતિમ ક્રિયાઓમાં પણ હાજર રહી શક્યો ન હતો.


સુરેશ નાયર ઘટનામાં કથિત રીતે હાજર હતો


પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રહેતો નાયર પરિવારનો સુરેશ લીમખેડા ખાતે ટાયર રિમોલ્ડનો વ્યવસાય કરતો હતો. જોકે તેનું નામ અજમેરની દરગાહમાં 11મી ઓક્ટોબર 2007માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ખુલતાં જ ચકચાર મચી હતી. તપાસ દરમિયાન સુરેશ નાયરે ષડયંત્રકારીઓને બોમ્બનો સામાન સપ્લાય કર્યો હતો અને આ ઘટનાના સમયે તે ત્યાં કથિત રીતે હાજર હતો.


પોલીસની પૂછપરછથી હેરાન થયાં છીએ : માતા


કમળાબેન નાયરે જણાવ્યું હતું કે, સુરેશ છેલ્લા 8 વર્ષથી અમારા સંપર્કમાં નથી. વારંવાર પોલીસની પૂછપરછને કારણે અમે હેરાન થઇ ગયા છીએ.

મંદિરોમાં જ રોકાતો સુરેશ

સુરેશ નાયર વારંવાર પોતાના લોકેશન બદલતો રહેતો હતો. જોકે તે જ્યાં જાય ત્યાં મંદિરોમાં જ રોકાતો હતો. તે ભરૂચ પાસેના શુકલતીર્થની મુલાકાતે આવતા એ.ટી.એસ.ની ટીમે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.


સુરેશ રાજકીય ષડયંત્રનો ભોગ !

સુરેશભાઇ આવા કોઇ આતંકી હુમલામાં શામેલ હોય તે મારા માનવામાં આવતું નથી. પોલીસ જે દિવસની ઘટના જણાવે છે તે દિવસે મારી જાણમાં છે તે મુજબ ભાઇ દુકાને કોઇ કારીગર ન હોઇ અને તેમના સાસુને પેરાલીસીસ થયો હોઇ, દુકાન છોડીને જઇ શકે તેમ ન હતા. સુરેશભાઇ નિર્દોષ છે અને તે રાજકીય ષડયંત્ર કે અદાવતનો ભોગ બન્યા હોય તેમ લાગી રહ્યું છે: સંતોષ નાયર

X
અજમેર બોમ્બ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી સુરેશ નાયર ઝડપાયોઅજમેર બોમ્બ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી સુરેશ નાયર ઝડપાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી