અકસ્માત / પુત્રીના જન્મદિવસે જ નડિયાદના પરિવારનો અકસ્માત, ડમ્પરની ટક્કરે કારનો કચ્ચરઘાણ, 4ના મોત

accident between car and truck near vadodara highway, four died
accident between car and truck near vadodara highway, four died
accident between car and truck near vadodara highway, four died

  • નડિયાદમાં એકસાથે ચારેયની અંતિમયાત્રા નીકળી, શિક્ષણાધિકારી અને સ્ટાફ અંતિમયાત્રામાં જોડાયા
  • હીનાનો જન્મ દિવસ હોઇ જાગૃતિ બે દિવસથી તેના ઘરે ગઇ હતી, બંને બહેનો વચ્ચે ગાઢ સંબંધો હતા 

DivyaBhaskar.com

Dec 27, 2018, 11:28 AM IST

નડિયાદ: નડિયાદમાં રહેતો પરિવાર પુત્રીનો જન્મદિવસ હોવાથી પોઇચા ખાતે દર્શન કરવા માટે જઇ રહ્યો હતો, ત્યારે સાંજના સમયે વડોદરા નજીક ડિવાઈડર કુદીને કાર ડમ્પર સાથે ભટકાઈ હતી જેમાં 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. એક જ પરિવારના ચાર સભ્યોને ભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

બે પરિવારોએ વ્હાલસોયી દીકરીઓ ગુમાવી

અકસ્માતમાં મહેશભાઇની દીકરી હીના અને મોટાભાઇ ભાનુપ્રસાદની દીકરી જાગૃતિના અવસાનને લઇને ચારેય ભાઇઓએ બંને વ્હાલસોયી બહેનોને ગુમાવી હતી. મહેશભાઇના સ્વજનના જણાવ્યાનુસાર, મહેશભાઇના પુત્ર જિગ્નેશ તેની પત્ની અને બે માસુમ દીકરીઓને અકસ્માતમાં ઇજા થઇ છે. જેમાં જિગ્નેશ અને તેની પત્ની પ્રિયંકાને વધુ ઇજા થઇ છે. જેઓ હાલમાં વડોદરા ખાતે સારવાર હેઠળ છે. માતા-પિતા, બહેન અને પિતરાઇ બહેનના મોતની જાણ જિગ્નેશની તબિયત થોડી સ્થિર થયા બાદ જ તેને કરાઇ હતી. સ્વજનોના મૃત્યુની જાણ થતાં જિગ્નેશ પણ ગમગીન બન્યો હતો.

X
accident between car and truck near vadodara highway, four died
accident between car and truck near vadodara highway, four died
accident between car and truck near vadodara highway, four died
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી