Home » Madhya Gujarat » Latest News » Nadiad » 28 Parcent of the GST farmers are annoyed on tobacco: protests in Nadiad

તમાકુ પર 28 % GSTના મુદે્ ખેડૂતો નારાજ : નડિયાદમાં વિરોધ પ્રદર્શન

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 11:54 PM

ખરીદી બંધ થશે તો ખેડૂતો પાયમાલ થશે : જનઆંદોલનની ચીમકી

  • 28 Parcent of the GST farmers are annoyed on tobacco: protests in Nadiad
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ખેડૂતો દ્વારા જનઆંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

    નડિયાદ: તમાકુની ખેતીમાં 28 ટકા જીએસટીના કારણે પડતી મુશ્કેલીની અસરના ભાગરૂપે વેપારીઓએ તમાકુની ખરીદી બંધ કરી દીધી છે. જેનું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. જો તમાકુનું વિતરણ નહીં થાય તો ખેડૂતોને વ્યાજે પૈસા લાવવા સહિતની બીજી અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરી કિસાનો પાયમાલ થશે. તમાકુના ઉત્પાદનમાં 28 ટકા જીએસટીના પગલે વેપારીઓએ ખેડૂતો પાસેથી તમાકુની ખરીદી બંધ કરી દેતા મહામહેનતે અને ખર્ચ કરી પકવેલ તમાકુ હવે ક્યાં વેચવી તેનો પ્રશ્ન સતાવે છે.

    જો તમાકુનું વેચાણ અટકી જાય તો ખેડૂતોને પોતાના બાળકોનો અભ્યાસ અટકી જવાની સાથોસાથ, એક ટાઇમ જમવાનું પણ નહીં મળે ઉપરાંત બેંક લોન અને અન્ય ચૂકવણું પણ અટકી જશે તેવી ભીતિ સાથે અરેરા (તા.નડિયાદ)ના ખેડૂતોએ સોમવારે નડિયાદખાતે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી જીએસટી ખેડૂતો, વેપારીઓ વચ્ચે મંત્રણા કરવા માગણી કરી હતી.
    આ આવેદનમાં ધરતીપુત્રોએ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે, તમાકુની ખરીદી નહીં થાય તો અમો મહેસૂલ વેરો ભરી નહીં શકીએ ઉપરાંત સામાજિક પ્રસંગોની ઉજવણી થશે નહીં.

    જ્યારે ખેડૂતો માનસિક સમતુલન ગુમાવી બેસશે, ગૃહકંકાસ વધશે તેમજ યુવા પેઢી સમાજ વિરોધી બનશે અને સામાજિક વ્યવહાર નાબૂદ થઇ જશે તેવી અનેકવિધ રજૂઆત કરી 28 ટકા જીએસટીનું ભારણ ત્વરિત દૂર કરવા રજૂઆત કરી હતી. જો તેમ નહીં કરાય તો આર્થિક રીતે ખેડૂતો પાયમાલ બની જશે અને તેના માથે દેવાનું ભારણ વધી જશે ત્યારે સરકાર દ્વારા જો આ અંગે કોઇ કાર્યવાહી નહીં કરાય તો ખેડૂત સમાજ દ્વારા જનઆંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

    વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • 28 Parcent of the GST farmers are annoyed on tobacco: protests in Nadiad
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વેપારીઓ તમાકુના ભાવ કાપવાની વાત કરતાં સ્થિતિ કફોડી

    વેપારીઓ તમાકુના ભાવ કાપવાની વાત કરતાં સ્થિતિ કફોડી

     

    તમાકુમાં 28 ટકા જેટલો જીએસટી હોવાથી વેપારીઓ પોતાના નફા માટે ખેડૂતોને ઓછું વળતર ચુકવવાની વાત કરી રહ્યાં છે. જીએસટી જેટલી રકમ તમાકુના મુળ ભાવમાંથી જ કાપી ખેડૂતોને આપવા મથામણ કરી રહ્યાં છે. જેને પગલે ખેડૂતોને બેવડો ફટકો પડી રહ્યો છે.

  • 28 Parcent of the GST farmers are annoyed on tobacco: protests in Nadiad
    તમાકુ પર 28 % GSTના મુદે્ ખેડૂતો નારાજ : નડિયાદમાં વિરોધ પ્રદર્શન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ