તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદની દુકાનમાંથી 120 મોબાઇલ મળી રૂ.32 લાખના મુદ્દામાલની તસ્કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ: નડિયાદ શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલી જે.કે.મોબાઇલ શોપમાં શુક્રવારે રાત્રે ત્રણ શખ્સો શટર ઉચું કરી જુદીજુદી કંપનીના 120 જેટલા મોબાઇલ ફોન કિંમત રૂ. અંદાજે 32 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે આવી જોતા દુકાનમાં બધું જ વેરવિખેર હતું. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવતાં શહેર પોલીસ ઉપરાંત એલ.સી.બી. ની ટીમ પણ તપાસાર્થે પહોંચી હતી.

 

નોંધનીય છે કે, ગઇરાત્રે જે મોબાઇલ શોપમાં ચોરી થઇ તેની નજીકમાં જ આવેલ ત્રિમૂર્તિ કોમ્પલેક્ષમાં ભૂતકાળમાં વિકાસ સેલ્સ નામની મોબાઇલ શોપમાં પણ આજ રીતે લાખો રૂપિયાની મોબાઇલ અને તેની એક્સેસરિઝની ચોરી થઇ હતી. ગાડી સરદાર પટેલની પ્રતિમા નજીક પાર્ક કરી ત્યાંથી તસ્કરો ચાલતાં ચોરીની ઘટનાને અંજામ આપવા આવ્યા હતા.CCTV ફુટેજમાં તસ્કરો ગાડીમાં આવ્યા, દુકાનમાં ચોરી કરી અને પરત ગયા ત્યાં સુધીનો ઘટનાક્રમ કેદ થયો છે અને તેના આધારે જ પોલીસ તપાસ કરી રહી છે.

 

તસ્કરે દુકાનમાં જઇ મોઢે રૂમાલ બાંધ્યો 

 

 દુકાનમાં પ્રવેશ્યા બાદ તસ્કરે મોઢે ઓળખ ન થાય તે માટે રૂમાલ બાંધ્યો હોવાનું સી.સી.ટી.વી.માં કેદ થયું છે. તમામ તસ્કરો 22 થી 25 વર્ષની ઉંમરના હોવાનું દેખાય છે.

 

મેડિકલ સ્ટોર ખુલ્લો હતો છતાં ચોરી થઇ

 

જે.કે.મોબાઇલની બાજુમાં જ મેડીકલ સ્ટોર છે, જે 24 કલાક ચાલુ રહે છે. મેડિકલ સ્ટોર ચાલુ હોવા છતાં તસ્કરો ખૂબ આસાનીથી ચોરી કરી ગયા.

અન્ય સમાચારો પણ છે...