સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઇ ગયા બાદ શિક્ષિકાએ આચાર્ય વિરુદ્ધ કરી અરજી

divyabhaskar.com

Nov 29, 2018, 10:21 AM IST
kapadvanj personal photos viral in social media teacher filed case against principal

નડિયાદ: કપડવંજ સહિત જિલ્લામાં ચકચારી એવા આચાર્ય અને શિક્ષિકાના અશ્લિલ ફોટાના પ્રકરણમાં પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ અંગે ભોગ બનનાર શિક્ષિકાએ નાયબ પોલીસ અધિક્ષકને અરજી આપી છે, જે અરજી આધારે કપડવંજ ટાઉન પોલીસ મથકે તપાસ સોંપવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બાબતે ગુનો નોંધાય તેવી શક્યતાં છે. જોકે, આ બનાવમાં પોલીસ હાલ આઈટી એકટ પર ચાલી રહી છે.

ખેડા જિલ્લાના શિક્ષણજગતને બડ્ડો લગાડતાં આચાર્ય અને શિક્ષિકાના અશ્લિલ ફોટા પ્રકરણમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે ભોગ બનનાર શિક્ષિકાએ આચાર્ય સામે કાર્યવાહી કરવા અરજી કરી છે. આ અરજીની તપાસ કપડવંજ ટાઉન પોલીસ મથકે સોંપવામાં આવી છે. જે અરજી આધારે બળાત્કારનો ગુનો દાખલ કરવો કે કેમ ? તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. બીજી તરફ પોલીસે આઈટી એકટ હેઠળ અશ્લિલ ફોટા ફરતા કરવાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ અંગે ભોગ બનનાર શિક્ષિકાનું નિવેદન લેવાનું બાકી છે. જે નિવેદન મળતાં કામાંધ એવા આચાર્ય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભોગ બનનાર શિક્ષિકાનું નિવેદન બાકી છે
કપડવંજમાં અશ્લિલ ફોટા સંદર્ભે ભોગ બનનાર દ્વારા અરજી કરવામાં આવી છે. આ અરજી આધારે તપાસ ચાલુ છે. નિવેદનની પ્રક્રિયા પૂર્ણ થતાં ગુનો દાખલ કરાશે. અનિલ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર, કપડવંજ

આચાર્યએ ભૂલથી ગ્રૂપમાં તસવીરો મુકી હોવાની ચર્ચા
પ્રેમાંધ શિક્ષિકા અને પ્રિન્સિપાલ એકાંતની પળો માણવા માટે એક હોટલમાં ગયા હતાં, જ્યાં તેમણે યાદીના ભાગરૂપે પોતાની અંગતપળોનો વીડિયો અને તસવીરો ખેંચી હતી. છૂટા પડ્યાં બાદ શિક્ષિકાએ આ તસવીરો માગી હતી. જેથી પ્રિન્સિપાલ શિક્ષિકાને આ તસવીરો સેન્ડ કરી રહ્યો હતો. જોકે દારૂના નશામાં ચૂર એવા પ્રિન્સિપાલને ખ્યાલ ન રહ્યો કે તેણે શિક્ષિકાના બદલે આ તસવીરો એક ગ્રૂપમાં મોકલી દીધી છે. બાદમાં તેને ભાન થયું કે તેનાથી ભૂલ થઇ ગઇ છે અને તેણે એ તસવીરો ડિલિટ કરી નાંખી હતી. પરંતુ મોડું થઇ ગયું હતું. તેણે તસવીરો ડિલિટ કરી ત્યાં સુધીમાં આ કામલીલા વાયરલ થઇ ગઇ હતી.

કપડવંજના આચાર્ય, શિક્ષિકા રજા પર ઉતર્યા
ખેડા જિલ્લામાં ચર્ચા જગાવનાર આચાર્ય અને શિક્ષિકાના શરમજનક અને લાંછનરૂપ કિસ્સામાં શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. આ અંગે શિક્ષણાધિકારીએ પાલિકાને આદેશ કરી આચાર્ય સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. બીજી તરફ આ કિસ્સાના પગલે આચાર્ય અને શિક્ષિકા રજા પર ઉતરી ગયાં છે. કપડવંજની જુદી જુદી શાળાના આચાર્ય અને શિક્ષિકાના અશ્લીલ ફોટોએ સોશિયલ મીડિયામાં ચકચાર જગાવી હતી. આ ફોટામાં બન્નેની કામુક ચેષ્ટાના જાહેર થતાં શિક્ષણજગતના માંધાઓના માથા પણ શરમથી જુકી ગયાં છે. આ તસવીરો ફરતી થતાં હાલ બન્ને રજા પર ઉતરી ગયાં છે. બીજી તરફ શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરવા કપડવંજ પાલિકાને જણાવ્યું હતું. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી એમ.જી. મલેકે જણાવ્યું હતું કે, આચાર્ય અને શિક્ષિકાના કેસમાં જરૂરી તપાસ કરી કાર્યવાહી કરવા માટે પાલિકાને આદેશ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર કિસ્સો
કપડવંજની જુદી જુદી શાળાના આચાર્ય અને શિક્ષિકાના અશ્લીલ ફોટોએ સોશિયલ મીડિયામાં ચકચાર જગાવી છે. આ ફોટામાં જાહેર ઉપરાંત રૂમની અંદરની કરતુતો પણ બહાર આવી છે. કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકાની નગ્ન તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી તસ્વીરમાં દેખાતા આચાર્ય અને શિક્ષિકા કપડવંજના જ હોવાનું, તથા નગરની એક જાણીતી શાળાના આચાર્ય તથા શિક્ષિકા પણ નજીકની જ પ્રાથમિક શાળામાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રેમીયુગલે કામુક અવસ્થામાં સેલ્ફી લીધી હોવાનું તસવીરોમાં સ્પષ્ટ જણાઈ આવે છે. આ કામુક તસવીરો ખુદ કામાંધ આચાર્યએ જાતે જ લીધી છે. કોઈ પોર્ન ફિલ્મના નગ્ન દ્રશ્યો જેવી તસવીરો રાજ્યના વિવિધ સોશિયલ મીડિયા ગૃપોમાં ફરતી થતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે.

X
kapadvanj personal photos viral in social media teacher filed case against principal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી