નડિયાદમાં બેકાબુ બન્યો આખલો, એક આખલાએ ફાયરબ્રિગેડના 10 કર્મીઓને હંફાવ્યા

divyabhaskar.com

Dec 04, 2018, 11:07 AM IST
fire brigade team not caught bull in nadiad
fire brigade team not caught bull in nadiad
fire brigade team not caught bull in nadiad

નડિયાદ : નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સોમવારે બેકાબુ બનેલા આખલાએ માઇ મંદિર રોડ અને વલ્લભનગર વિસ્તારને થોડા સમય માટે બાનમાં લીધો હતો. જેને લઇને અફરાતફરી મચી હતી. જોકે ફાયર બ્રિગેડ દ્વારા આખલાને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં માઇ મંદિર રોડ ઉપર સોમવારે એક આખલો એકાએક બેકાબુ બનતાં આ વિસ્તારના લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી.

સ્થાનિકોએ આ મામલે નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરતાં, 10 માણસોની ટીમ પહોંચી હતી અને બેકાબુ બનેલા આખલાને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે ટીમને જોઇને આખલો પણ દોડવા લાગ્યો હતો અને માઇ મંદિર ચોકડીથી વલ્લભનગર ત્યાંથી વલ્લભનગર પોલીસ મથકવાળા માર્ગે થઇ ફરીથી માઇ મંદિર રોડ ઉપર દોડ્યો હતો. જોકે બેકાબુ બનેલા આખલાને લઇને આ વિસ્તારના રહીશોમાં અને માર્ગ ઉપરથી પસાર થતાં વાહનચાલકોમાં ભયની લાગણી ફેલાઇ હતી.

આધેડ-બાળક સહિત 3 ને અડફેટે લીધા
બેકાબુ બનેલા આખલાએ માર્ગ ઉપરથી પસાર થઇ રહેલા આધેડ તેમજ સાઇકલ લઇને પસાર થઇ રહેલા એક બાળકને અડફેટે લીધો હતો. આ ઉપરાંત વાહન લઇને પસાર થતા એક યુવકને અડફેટે લીધો હતો.

X
fire brigade team not caught bull in nadiad
fire brigade team not caught bull in nadiad
fire brigade team not caught bull in nadiad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી