1.21 લાખ દીવડાની ભવ્ય રોશનીથી ઝળહળ્યું સંતરામ મંદિર, ડ્રોનથી જુઓ કેવો હતો ત્યારનો નજારો

નડિયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીના મહોત્સવની ઉજવણી, જોવા મળ્યું ભક્તોનું ઘોડાપુર

divyabhaskar.com | Updated - Nov 24, 2018, 09:46 AM
drone view of dev diwali mahotsav celebration at santram temple nadiad

નડિયાદઃ નડિયાદમાં સંતરામ મંદિરમાં દેવદિવાળીના પર્વની ઉજવણી વખતે સવારથી દર્શનાર્થીઓની ભીડ રહી હતી. સાંજે 5 વાગ્યા બાદ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. છ વાગ્યે અંધારૂ થતાં સુધીમાં મંદિર ગ્રાઉન્ડ ફ્લોરથી ટેરેસના ખૂણેખૂણા ભરચક બની ગયા હતા. જોકે, લોકોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. જેને લઇ છેક બહારના ભાગ સુધી લોકોની ભીડ જોવા મળી હતી. નડિયાદમાં 1.21 લાખ દીવડાની ભવ્ય રોશનીથી સંતરામ મંદિર પરિસર ઝળહળ્યું ત્યારે ચોમેર જય મહારાજનો નાદ ગુંજ્યો હતો. ભવ્ય આતશબાજીએ ઉત્સવને વધુ રંગીન બનાવ્યો હતો.

મંદિરના મહત પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં શુક્રવારે દેવદિવાળીના પર્વની ઉજવણી વખતે સવારથી દર્શનાર્થીઓની ભીડ રહી હતી. સંધ્યા સમયે પૂ. રામદાસજી મહારાજે મંદિરના તુલસી ક્યારા આગળ દીવો પ્રગટાવ્યો હતો. એ સાથે જ મંદિરમાં સ્વયંસેવકો દ્વારા વિવિધ જગ્યાએ દીવડા પ્રગટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જોતજોતામાં જ ચારે બાજુ દીવડાનો ઝગમગાટ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ભાવિકો દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.

drone view of dev diwali mahotsav celebration at santram temple nadiad
drone view of dev diwali mahotsav celebration at santram temple nadiad
drone view of dev diwali mahotsav celebration at santram temple nadiad
drone view of dev diwali mahotsav celebration at santram temple nadiad
drone view of dev diwali mahotsav celebration at santram temple nadiad
drone view of dev diwali mahotsav celebration at santram temple nadiad
drone view of dev diwali mahotsav celebration at santram temple nadiad
drone view of dev diwali mahotsav celebration at santram temple nadiad
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App