માથામાં દુઃખાવો થયો અને 48 કલાકમાં 18 વર્ષીય કિશોરે જીવનલીલા સંકેલી, 3ને આપ્યું જીવતદાન

divyabhaskar.com

Dec 05, 2018, 09:52 AM IST
18 year old chaitanya died in mahemdabad due to tumor

નડિયાદ: મહેમદાવાદના 18 વર્ષીય કિશોર બ્રેઇન ટ્યુમરને કારણે બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે તેની બંને આંખ, કીડની અને લિવરનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. મહેમદાવાદના ભરતભાઈ ઠાકરના પુત્ર ચૈતન્યે શનિવારથી માથામાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. રવિવારે દુ:ખાવો અસહ્ય થતાં તેને નડિયાદની ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર શરૂ કરાઈ હતી. ચૈતન્યને મગજમાં ટ્યુમર હોવાનું બહાર આવ્યું હતું. બીજા દિવસે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને અંતે તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.

4 દિવસથી મને નોકરી પર જવાની ના પાડતો હતો
ચારેક દિવસથી તે મને નોકરી ઉપર જવાની પણ ના પાડતો હતો.જાણે કે તેને અંદરથી કાંઇ સંકેત મળી ગયા હોય તેમ તે સતત મને તેની પાસે રાખવાનો પ્રયાસ કરતો હતો. કલાકોમાં આવું થશે તેવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું. તેને બીમારીના કોઇ લક્ષણ નહોતાં. બસ, આ માથાના દુ:ખાવાની જે છેલ્લે છેલ્લે ફરિયાદ કરી એ જ. રવિવારે બપોરે તો અમે બજારમાં વસ્તુઓ લેવા ગયા હતા અને પછી આ સ્થિતિ.’ -ભરતભાઇ ઠાકર, પિતા

રવિવારે 12 વાગ્યા સુધી વાત કરી
રવિવારે ચૈતન્યને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, તે રાત્રિના 12 વાગ્યા સુધી પરિવાર સાથે વાતચીત કરતો હતો. માથાનો દુ:ખાવો અસહ્ય હોઇ તે અસ્વસ્થ હતો, પણ વાતચીત સામાન્ય રીતે કરતો હતો.

પબ-જી ગેમનો શોખીન હતો
ચૈતન્યના મિત્રોએ જણાવ્યું હતું કે, તે મળતાવડો હતો. તેને ચીડવો તો ખૂબ ગુસ્સે થઇ જતો. તેને પબ - જી ગેમ રમવાનો ક્રેઝ હતો. આખો દિવસ તે પબ-જી ગેમ રમતો હતો. આ ઉપરાંત તેને સેલ્ફી લેવાનો અને સંગીતનો પણ શોખ હતો. ચૈતન્યના ખાસ મિત્ર સૌમ્યે જણાવ્યું હતું કે, 4-5 દિવસથી તે શાંત જણાતો હતો. શનિવારે રાત્રે અમે બધા મિત્રો બેઠા હતા ત્યારે તેણે માથાના દુ:ખાવાની વાત કરી હતી.

X
18 year old chaitanya died in mahemdabad due to tumor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી