તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીયકૃત બેન્કમાં બોગસ ચેક ભરી ૯.૮૦ લાખની ઠગાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસબીઆઈ શાખાનો બોગસ ચેક ભરી રૂ. ૯.૮૦ લાખ ઉપાડી લઈ બેંક સાથે ઠગાઈ કરી

નડિયાદ ડુમરાલ બજાર વિસ્તારમાં આવેલ દેના બેંક શાખામાં કોઈ ગ્રાહકે કેરાલાની એસબીઆઈ શાખાનો બોગસ ચેક ભરી રૂ. ૯.૮૦ લાખ ઉપાડી લઈ બેંક સાથે ઠગાઈ કરી હતી. નડિયાદમાં દેના બેંકની શાખા આવેલી છે. આ શાખામાં કોઈપણ ગ્રાહકે બોગસ ચેક નં. ૪૬૪૪૮૬ તારીખ ૨૦મી સપ્ટેમ્બરનો એસબીઆઈ(૦૧૮૯૦) રામના તુકારા બ્રાન્ચ, એરપોર્ટ રોડ, કોજીકોડમ(કેરાલા)નો રૂ. ૯.૮૦ લાખનો બેંકમાં જમા કરાવ્યો હતો. આ ચેક શરતચૂકથી એસબીઆઈની કેરાલા શાખામાંથી ક્લીયિંરગ થઈ આવતાં બેંક દ્વારા રૂ. ૯.૮૦ લાખની ચુકવણી કરવામાં આવી હતી. આ રકમ કોઈ ગ્રાહક ઉપાડી લઈ બેંક સાથે ઠગાઈ કરી હતી.

દરમિયાન આ બનાવની જાણ કેરાલા ફ્રોડ મોનિટિંરગ સેલ દ્વારા આ ચેક ખોટો હોવાનું બેંકના અધિકારીઓને જણાવ્યું હતું. આ ચેક દિનેશભાઈ એસ. સાંગામી (રામના તુકારા બ્રાન્ચ, કેરાલા)ના નામનો હોવાનું જણાયું હતું. આ સંદર્ભે ભારતીય સ્ટેટ બેંક નડિયાદના ચીફ મેનેજર દીપકભાઈ અમૃતલાલ કોટકે નડિયાદ ટાઉન પોલીસ મથકે દેના બેંકના કોઈ ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૪૨૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.