તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 23 Thousand Child Are Student In Standard 1 At Nadiad

પાઠશાળામાં ધોરણ 1નાં 23 હજાર બાળકો શિષ્ય બન્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લામાં સૌથી વધુ ઠાસરામાં ૨૧૪૩ કુમાર અને ૧૯૮૯ કન્યાને પ્રવેશ : ૩પ૯ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અપાયાં

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ગત ૧૩થી ૧પમી જૂન દરમિયાન યોજાયેલાં શાળા પ્રવેશોત્સવમાં ધો. ૧માં ૨૩,૯૪૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે મંત્રીઓ, અધિકારીઓ સહિ‌ત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

આ સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી ડો. એમ.એસ. આચાર્યે જણાવ્યું હતું કે 'ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની ૧પ૦૦ શાળાઓમાં ૧૩થી ૧પ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો. ધો.૧માં ૧૨,૩પ૮ કુમાર તથા ૧૧,પ૮૨ કન્યાઓને કુમકુમ તિલક તથા વાજતેગાજતે શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ બાળકોને પ્રવેશોત્સવ દરમિયાન સ્લેટ, નોટે, દફતર, ગણવેશ, કંપાસ સહિ‌ત અન્ય શૈક્ષણિક વસ્તુઆ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તદ્દઉપરાંત આ મહોત્સવમાં જિલ્લાની ૩પ૯ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યાં હતાં.’આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ પ્રવેશોત્સવ યોજાયો હતો.

અલબત્ત, ખેડા જિલ્લામાં યોજાયેલા પ્રવેશોત્સવમાં મોટા ભાગના અધિકારીઓ કાર્યક્રમમાં વ્યસ્ત રહેતાં પ્રજાકીય કામો થોડા સમય માટે ટલ્લે ચડયાં હતાં. એક તરફ જિલ્લામાં અધિકારીઓની ઘટ છે, બીજી તરફ વારંવાર આવતા સરકારી કાર્યક્રમોના કારણે વિકાસ કામો પણ અસર પહોંચી છે.