તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેલનાર પાસેના અકસ્માતના કેસમાં ટ્રેક્ટર ચાલકને ૨ વર્ષ કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ કોર્ટનો ચૂકાદો : રિક્ષાને અડફેટમાં લેતા ૧ વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું

કપડવંજ તાલુકાના તેલનાર ચોકડી નજીક એક ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે સર્જા‍યેલા અકસ્માતમાં એક વ્યકિતનું મૃત્યુ નીપજ્યુ હતું. આ કેસમાં કપડવંજની કોર્ટે ટ્રેક્ટરચાલકને બે વર્ષની સખત કેદનો હુકમ કર્યો હતો. પાલુન્દ્રાના ર્કિતન ડાહ્યાભાઈ રાવળ તા. ૩જી એપ્રિલ ૨૦૧૨ના રોજ સવારે ૧૧ કલાકે પોતાના કાકાના દિકરા ગોવિંદભાઈનું લગ્ન લખાવવા રિક્ષા લઈ દક્ષણેશ્વર મુકામે ગયા હતા.

સાંજના જેસલભાઈ રિક્ષામાં સબંધીઓ લઈને પરત પોતાના વતન જવા નીકળ્યા હતા. દરમિયાન તેલનાર ચોકડી પાસે સામેથી આવતા એક ટ્રેક્ટરના ચાલક લાલબેગ ઉર્ફે લાલો શેરૂમિંયા મિરઝા (રહે.લાલમાંડવા, તા.કપડવંજ)નાઓએ પોતાનું ટ્રેક્ટર રિક્ષા સાથે ધડાકાભેર અથડાવ્યુ હતું. જેમાં ડાહ્યાભાઈ મહીજીભાઈ રાવળનું મૃત્યુ નીપજ્યુ હતું.

આ કેસ કપડવંજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કે.એ.સુથારની દલીલો તથા પુરાવાઓ ધ્યાને લઈ ન્યાયાધિશ બી.આર.રાજપૂતે આરોપી લાલો શેરૂમિંયા મિરઝાને તકસીરવાન ઠરાવી બે વર્ષની સખત કેદ તથા રૂ. પ હજાર દંડ ભરવાનો હુકમ કર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.