ગિલોલથી ઘા મારીને 30 સેકન્ડમાં 13 લાખની લૂંટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(લૂંટ બાદ પોલીસે ભોગન બનનારની પુછપરછ કરી હતી)
- ગિલોલથી ઘા મારીને 30 સેકન્ડમાં 13 લાખની લૂંટ
- સનસની: કપડવંજમાં મોડી સાંજે જ્વેલર્સને છ શખસે લૂંટી લીધાં
- તલવાર સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરી દાગીનાનો થેલો ઝૂંટવી ફરાર : 3 બાઇક પર આવેલાં છ ઈસમ પળભરમાં રફૂચક્કર
નડિયાદ: કપડવંજ શહેરના દેસાઈવાડા નજીક સોનીના વેપારીને સમીસાંજે પહેલાં ગિલોલ મારી બાઇક પરતી પાડી દઈ પાઇપ મારીને 13 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાતાં ભારે સનસનાટી મચી ગઈ હતી. ત્રણ બાઇક પર ઘાતક હથિયાર સાથે આવેલાં છ ઈસમોએ બાઇક ઉપર જઈ રહેલાં વેપારીને નિશાન બનાવીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયાં હતાં. સમીસાંજે લૂંટ કરીને લૂંટારાઓ પલાયન થઈ જતાં પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ઈજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાં હતાં.

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, કપડવંજના દેસાઈવાડામાં રહેતાં ચિન્ટુભાઈ શાંતિલાલ શાહની જૂની નટરાજ ટોકિઝ પાસે મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. ચિન્ટુભાઈ તથા તેમનાં સસરાં સાંજે દુકાન બંધ કરીને રાબેતા મુજબ સોના-ચાંદીના દાગીના અંદાજે રૂ. 13 લાખના થેલામાં ભરીને બાઇક નં.જી.જે.7.4697 લઈને ઘરે જવા નીકળ્યાં હતાં. તેઓ તથા તેમનાં સસરાં બાઇક ઉપર સાંજના 7:30 કલાકે શ્રીમાળીવાડા અને દેસાઈવાડા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા.
વાંચો આગળ, ગિલોલ વડે હુમલો કરતા યુવક ફસડાઇ પડ્યો તે તકનો લાભ લઇ લૂંટ ચલાવાઇ....