તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોખડા નજીકથી કતલખાને લઈ જતાં 9 પશુને બચાવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માતર તાલુકાના સોખડા ગામે પેટ્રોલીંગ દરમિયાન પોલીસે રોકેલી મિની ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલા નવ પશુને કતલખાને જતાં બચાવી લીધાં હતાં.

માતર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ લાલાભાઈ મઇજીભાઈ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સોખડા પાસે બાતમી મળી હતી કે, મિની ટ્રકમાં ક્રૂરતાપૂર્વક પશુને બાંધીને કતલખાને લઇ જવામાં આવી રહ્યાં છે. આ બાતમી આધારે વોચ ગોઠવી મિની ટ્રકને રોકી હતી. જેમાં સવાર બે શખસની પૂછપરછ કરતાં તેઓ ચાલક આરીફ હેમંત અગારીયા તથા ક્લીનર આરીફ ઉમરભાઈ ચંગડા (બન્ને રહે. જામખંભાળીયા) હોવાનું જણાવ્યું હતું. મિનીટ્રકમાં તપાસ કરતાં તેમાં 9 પશુ ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં આ પશુ કતલખાને જતાં હોવાનું જણાતાં પોલીસે બન્નેની અટકાયત કરી હતી અને મિનીટ્રક, પશુ સહિત દસ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મિની ટ્રક સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો