માતરમાં અપશબ્દો બોલવાની ના પાડતાં ધારિયાથી હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતર | માતરના મોટી ભાગોળ, નગીના મસ્જીદ પાછળ રહેતા રેશ્માબેને નજીકમાં રહેતા તમીજખાન અહેમદખાન અપશબ્દો બોલતો હોઇ, તેને તે બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા તમીજખાન ધારિયું લઇને આવ્યો હતો. જેથી અનવરમીયાં ઉર્ફે ડેની અકબરમીયાં મલેક વચ્ચે પડતાં તેમને ધારિયાના ઘા માર્યા હતા. જ્યારે સાહીદખાન ફિરોજખાને પણ ધારિયું માર્યું હતું, તથા રૂકૈયાબાનુએ લાકડીની ઝાપોટો મારી હતી. આ મામલે માતર પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...