તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા જિલ્લામાં મેઘ મહેર: કપડવંજમાં 4 ઇંચ, મહુધામાં 2 ઇંચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ંમંગળવારે દિવસ દરમિયાન આકાશ વાદળોથી ગોરંભાયેલું રહ્યું : નદીઓમાં પાણી વધ્યાં
મહોર નદી
ખેડા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદનું જોર વધતા તેની અસર ખેડા જિલ્લામાંથી પસાર થતી કઠલાલની મહોર નદી, નડિયાદ નજીકની શેઢીમાં નવા નીરની આવક થતા સપાટી વધી હતી.

નડિયાદમાં ઠેરઠેર પાણી ભરાયા : મોટાભાગના વિસ્તારોમાં 5 મી.મી. લઇ 4 ઈંચ સુધી વરસાદ
નડિયાદમાં વરસાદના કારણે પાણી ભરાવવાથી લઇ ગંદકીનું પ્રમાણ વધ્યું.

મહુધા તાલુકામાં સવા બે ઇંચ તથા કઠલાલ પંથકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગળતેશ્વર પટ્ટામાં પણ મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં ગળતેશ્વર તાલુકામાં પણ સવા બે ઇંચ તો ઠાસરા પંથકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. નડિયાદ શહેર સહિત તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વસો તાલુકામાં 13 મી.મી. તથા મહેમદાવાદ તાલુકાં 5 મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. માત્ર ખેડા અને માતર વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. ગઇરાત્રે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં 5 મી.મી. લઇ 106 મી.મી. વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. કપડવંજ, મહુધા, કઠલાલ, ગળતેશ્વર, ઠાસરા, ડાકોર તથા નડિયાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, આજે દિવસ દરમિયાન માત્ર માતર તાલુકામાં ફક્ત 1 મી.મી. વરસાદ નોંધાયો હતો.

શેઢી નદી
ડેમોમાં પાણીની સપાટી

ડેમનું નામ પાણીની સપાટી
પાનમ ડેમ 121.60 મીટર

કડાણા ડેમ 127.07 મીટર

વણાકબોરી 217.25 ફૂટ

નડિયાદ નજીક ડીમાર્ટ પાસે વૃક્ષ ધરાશાયી
નડિયાદ ક્લેક્ટર ઓફિસ પાસે વૃક્ષ ધરાશાઇ થયું હતું. જ્યારે ઉત્તરસંડા રોડ પર નોલેજ સ્કૂલ પાસે રોડની બાજુમાં આવેલ એક તોતીંગ વૃક્ષ તૂટી પડ્યું હતું. નજીકમા અેક વીજ પોલ પણ તૂટી પડ્યો હતો. રોડ પર પડેલા ઝાડના કારણે થોડીવાર માટે રસ્તો બ્લોક થતા ચક્કાજામ થઇ ગયો હતો.

અાત્તરસુંબાથી ખડાલ સુધીનો રસ્તો ધોવાઇ ગયો
આગામી 5 દિવસમાં હળવા વરસાદની સંભાવના
હવામાન ખાતા તરફથી મળેલ માહિતી અનુસાર આગામી પાંચ દિવસમાં આકાશ વાદળછાયુ રહેશે. વાતાવરણમા ભેજનું પ્રમાણ વધુ રહશે તથા મહત્તમ તાપમાન ૩૩થી 36 ડિગ્રી સેલ્સીયસ અને લધુત્તમ તાપમાન ૨૪થી 28 ડિગ્રી રહેવાની સંભાવના છે. જયારે કેટલાંક સ્થળોએ મધ્યમ કે છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે

આતરસુંબાથી ખડાલ સુધીનો રૂા. બે કરોડથી વધુના ખર્ચે દોઢ વર્ષ અગાઉ બનાવવામાં આવેલ રસ્તો માત્ર દોઢ વર્ષમાં જ ધોવાઇ ગયો છે. આત્તરસુંબાથી વાયા કોસમ અને ભાણાવત થઇ ખડાલ સુધીના રસ્તા પર ગાબડા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...