તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતરમાં બીજા દિવસે ઝાપટા પેટલાદમાં અઢી ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે.છેલ્લા 24 કલાકમાં અડધાથી અઢી ઇંચ વરસાદ જુદા જુદા તાલુકોમાં નોંધાયો છે.ત્રીજા રાઉન્ડમાં સારો વરસાદ થયો છે.તેના કારણે ડાંગર,બાજરી અને કપાસના પાકને જીવતદાન મળ્યું છે.શનિવાર બપોરબાદ વાદળા હટી જતાં ઉઘાડ નીકળ્યો હતો.

પેટલાદ તાલુકામાં શુક્રવાર રાત્રે એકધાર્યો ધીમધારે વરસાદ વરસ્યો હતો.જેના કારણે 12 કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે સોજીત્રામાં એક ઇંચ વરસાદે પણ કાંસ ખાતાની બેદરકારીને કારણે શનિવાર સવારે ગામના મુખ્ય માર્ગો પર એક ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા હતા.વામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ચરોતર પંથકમાં છુટાછવાયા વરસાદી ઝાપટ પડશે. ખંભાતમાં વીજપોલ, વૃક્ષો ધરાશયી થયા હતાં. જ્યારે કંસારી ઓએનજીસી વિસ્તારમાં વૃક્ષો અને વીજપોલ ધરાશયી થવાને કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો.ખંભાતના માર્ગો પર ઠેરઠેર પાણી ભરાઇ હતા.

નડિયાદમાં સાંજ સુધી ઝરમર વરસ્યો
ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો હતો. જેમાં નડીયાદમાં 78 મી.મી., માતર 122 મી.મી., ખેડામાં 95 મી.મી., મહેમદાવાદમાં 89 મી.મી., મહુધામાં 76 મી.મી., કઠલાલમાં 80 મી.મી., કપડવંજ 150 મી.મી., વસોમાં 95 મી.મી., ગળતેશ્વરમાં 99 મી.મી., ઠાસરામાં 41 મી.મી. વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...