તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતરના ઇન્દ્રવર્ણા ગામે જૂની અદાવતમાં ધિંગાણું, 1નું મોત : ગામમાં ભારેલો અગ્નિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે રવિવારની મોડી રાત્રે દરબાર અને ઠાકોર સમાજના 2 પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું. જેમાં સામસામે લાકડીઓથી હુમલો કર્યો હતો. જેમાં એક વૃદ્ધને માથામાં ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બન્ને પક્ષના 7 વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ ઘટનાના પગલે પોલીસ કાફલો ગામમાં પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ અંગે ઇન્દ્રવર્ણા ગામના હર્ષદભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતા રમતુભાઈ સોલંકી તથા ભાઈઓ ખેતરમાં રવિવારની સવારે ડાંગરના પાકમાં પાણી વાળવા ગયાં હતાં. જેઓ સાંજના 7-30 વાગ્યાના સુમારે અમે બધા પરત ઘરે આવી રહ્યાં હતાં. તે સમયે બળીયાદેવ મંદિર પાસેથી પસાર થતા સમયે ગામના કેસરીસિંહ ધીરૂભાઈ જાદવ, વિક્રમભાઈ ધીરૂભાઈ જાદવ, નટુભાઈ ભીખુભાઈ જાદવ, રમેશભાઈ ભુરાભાઈ જાદવ એકદમ લાકડીઓ લઇને આવી પહોંચ્યાં હતાં. તેમની સાથે છેલ્લા 2-3 વર્ષથી વરઘોડા બાબતે અદાવત ચાલતી હોવાથી ચારેય જણાએ મારા પિતાજી રમતુભાઈ સોલંકી પર લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં અમે વચ્ચે પડતાં અન્ય લોકો પણ દોડી આવ્યાં હતાં અમારા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રમતુભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચતાં બેભાન થઇ ગયાં હતાં. જેમને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં.

બનાવની જાણ થતાં લીંબાસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, તે પહેલા બન્ને પક્ષે 7 વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાને પગલે ગામમાં ભારે તંગદિલી વ્યાપી હતી. મામલો ગંભીર બનતા જિલ્લામાંથી વધુ પોલીસ બંદોબસ્ત બોલાવ્યો હતો. બીજા દિવસે મૃતક રમતુભાઈની અંતિમવિધિ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. હાલ આ મુદ્દે ગામમાં ભારેલો અગ્નિ છે. જ્યારે પોલીસે બન્ને પક્ષો મળી કુલ 24 વ્યક્તિ ગામે ગુનો નોંધ્યો હતો.

માતર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે રવિવારની મોડી રાત્રે થયેલા ધીંગાણાના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મૃતકના પરિવારજનો સામે ફરિયાદ નોંધાઈ
ઇન્દ્રવર્ણાના રમેશભાઈ જાદવે વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારના સાંજના 7-30 વાગ્યાના સુમારે ગામના ઠાકોર જ્ઞાતિના રમતુભાઈ દેસાઇભાઈ તથા તેમનો દીકરો હર્ષદભાઈ, રમેશભાઈ, સંજયભાઈ વિગેરે અમારા ઘર પાસેથી પસાર થતા હતાં. અમારે છેલ્લા 1 વર્ષ ઉપરથી વરઘોડામાં થયેલા ઝઘડાની અદાવત રાખી તે વખતે દરબાર જ્ઞાતિના ઘનશ્યામભાઈ રાવલ તેમના પક્ષમાં જતા રહ્યા હોવાથી તેમની અદાવત રાખી ઘર પાસે અપશબ્દો બોલતાં હતાં. જે બાબતે ઝઘડો થતાં દસેક વ્યક્તિએ લાકડાથી અમારા પર હુમલો કર્યો હતો.

ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

વારંવાર થતા ઝઘડાના કારણે વરઘોડા પ્રથા બંધ કરાઇ
ઇન્દ્રવર્ણા ગામે છેલ્લા કેટલાક વરસોથી વિવિધ સમાજના વરઘોડા દરમિયાન નાના મોટા છમકલાં થવા અને ઝઘડા થવાના કારણે કાયદો વ્યવસ્થા ડહોળાઇ છે. જેથી, ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે જ વરઘોડા પર પ્રતિબંધ મુક્યો છે. જોકે, રવિવારના રોજ ઠાકોર અને દરબારો વચ્ચે થયેલા ઝઘડામાં ચૂંટણી અદાવતની પણ ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસે સામસામે 24 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો
કેસરીસિંહ ધીરૂભાઈ જાદવ, વિક્રમસિંહ ધીરૂભાઈ જાદવ, નટુ ભીખાભાઈ જાદવ, રમેશ ભુરાભાઈ જાદવ, માધવસિંહ ધીરૂભાઈ જાદવ, લાલજી કાળુભાઈ જાદવ, તખતસિંહ બબુભાઈ જાદવ, ગીરીશ વજેસિંહ જાદવ, ભારત ભુરાભાઈ જાદવ, પકા જશુભાઈ જાદવ, જગદીશ રમેશભાઈ જાદવ, પ્રતાપ બચુભાઈ જાદવ, ચંદુ ફતેસિંહ જાદવ, પ્રવિણ રણજીતભાઈ જાદવ. સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે સામાપક્ષે હર્ષદ રમતુભાઈ સોલંકી, રમેશ રમતુભાઈ સોલંકી, સંજય સોમાભાઈ સોલંકી,રાજેન્દ્ર ઘનશ્યામભાઈ રાવલ, મુન્ના ઘનશ્યામભાઈ રાવલ, અફશી ભાથીભાઈ વાઘેલા, રાજુ પારસિંગભાઈ સોલંકી, રાવજી વાઘજીભાઈ ઠાકોર, જગદીશ સોમાભાઈ પરમાર, ભુરા વિનુભાઈ ઠાકોર સામે ગુનો નોંધાયો છે.

કનીજના અઘોરી આશ્રમના હત્યાકેસમાં જેલમાં હતા
મહેમદાવાદ સબજેલમાં હત્યાના આરોપી મહંતનું શંકાસ્પદ મોત
પોલીસના માર, સારવારમાં બેદરકારીથી મોતનો આક્ષેપ
ભાસ્કર ન્યૂઝ | નડિયાદ

મહેમદાવાદ તાલુકાના કનીજમાં મેશ્વો નદીના કિનારે આવેલા અઘોરી આશ્રમમાં આધેડની હત્યાના મામલે પકડાયેલા 8 આરોપીઓ પૈકી આશ્રમના અઘોરી માનસિંહ રાઠોડનું રવિવારની સાંજે શંકાસ્પદ કસ્ટોડીયલ ડેથ થતા ચકચાર મચી છે. પોલીસ દ્ધારા બેહરમીથી માર મરાતા તથા તબીબો દ્ધારા સારવારમાં પણ બેદરકારી દાખવાતા આખરે માનસિંહનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કરી તટસ્થ તપાસની માંગ કરી છે. આ ઘટના બાદ મૃતકને અમદાવાદ સિવિલમાં ખસેડી પેનલ ર્ડાકટર દ્ધારા પોસ્ટ મોર્ટમ કરી લાશને સોંપવામાં આવી હતી.

કનીજમાં મેશ્વો નદીના કાંઠે જમીન વિવાદમાં ગત 27 નવેમ્બર, 2019ના રોજ બહાદુરસિંહ જાદવની હત્યા પ્રકરણમાં 8 ઇસમોના નામ ખૂલ્યા જેમાં મહેન્દ્રસિંહ માનસિંહ રાઠોડ, વિપુલ ગોગાભાઇ જાદવ, મુકેશ તેજસિંહ જાદવ, સંજય ભેમાભાઇ જાદવ, અમીરખાન મોસમખાન પઠાણ, માનસિંહ ચંદ્રસિંહ રાઠોડ, મહેશ બળવંતસિંહ જાદવ, ગોપાલ બળવંતસિંહ જાદવનો સમાવેશ થાય છે. આ આઠેય આરોપીઓને મહેમદાવાદની સબ જેલમાં રાખ્યા હતા. જે પૈકી આશ્રમના અઘોરી મહંત માનસિંહ રાઠોડ (ઉ.વ. આ. 65)ની છેલ્લા 2 દિવસથી દુ:ખાવો જેવી તકલીફના કારણે તબિયત લથડતા મહેમદાવાદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાતા હતા. આ દરમિયાન રવિવારે માનસિંહ રાઠોડની વધુ એકવાર તબિયત લથડતા મહેમદાવાદ સીએચસીમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ર્ડાકટરે મૃત જાહેર કર્યા હતા.

કનીજમાં મૃતક માનસિંહ રાઠોડની અંતિમયાત્રા કાઢી, સમાધિ અપાઇ
મૃતક માનસિંહ રાઠોડનું અમદાવાદ ખાતે પીએમ કરાવ્યા બાદ તેઓના મૃતદેહને મહેમદાવાદ સીએચસીમાં લાવ્યા બાદ મામલતદાર કચેરી દ્ધારા તેની સોંપણી કરાઇ હતી. ત્યારબાદ તેઓના પરિવારજનો અને સંબંધીઓ મૃતદેહને કનીજ લઇ ગયા હતા. જ્યાં અંતિમયાત્રા કાઢ્યા બાદ મૃતકને સમાધિ અપાઈ હતી. આ પ્રસંગે મૃતકના પરિવારજનો, સગા વ્હાલા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મારા પિતાની તબિયત લથડી છતાં નડિયાદ રીફર કરવા મંજૂરી ન આપી
 ર્ડાકટરની બેદરકારી અને પોલીસના મારના કારણે મારા પિતાનું મૃત્યુ નિપજ્યું છે. 3-4 વખત તેઓને મહેમદાવાદના સરકારી દવાખાને લઇ જવાયા હતા. પરંતુ તેઓને માત્ર ઇન્જેક્શન અને ગોળીઓ જ આપવામાં આવતી હતી. તેથી અમે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની પણ માંગ કરી હતી. છતાં મહેમદાવાદ હોસ્પિટલવાળાએ ત્યાં રીફર કરવા મંજૂરી નહોતી આપી. રજા હોવાથી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાશે નહીં એવું કહ્યું હતું. જ્યારે પોલીસે અટક કર્યા બાદ રિમાન્ડ મંજૂર કરાયા વિના સખત માર માર્યો હતો. પોલીસના સખત મારના કારણે આરોપીઓએ ગુનો કબૂલ્યો હતો. અમે ઉચ્ચકક્ષાએથી તટસ્થ તપાસની માંગ કરી છે. દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડ, મૃતકના ભાઇ

હોસ્પિટલ લાવ્યા ત્યારે મોત થઈ ગયું હતું
 ઓલરેડી અહીં હોસ્પિટલ લાવ્યા અને બોડી તપાસ્યું ત્યારે ડેથ થઇ ગયું હતું. કેટલીવાર પહેલાં ડેથ થયું છે, એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી ખબર પડે. પણ પોલીસે એવું કહ્યું હતું કે, જમતા-જમતા તે પડી ગયા હતા. તેથી તેમનું મોત નિપજ્યું છે. પછી કેવી રીતે પડી ગયા તે કશું કહ્યું નથી. મૃતકનું કસ્ટોડીયન ડેથ તરીકે બી જે મેડિકલમાં ફોરેન્સીક ડિપાર્ટમેન્ટના ર્ડાકટરોએ પી. એમ. કર્યુ હતું. આ પી.એમ. વખતે મને એલાઉડ કરી નહોતી. ર્ડા. મેઘાબેન શાહ, મેડિકલ ઓફિસર, સી.એચ.સી., મહેમદાવાદ

પોલીસના મારથી મોત થયું નથી : પોલીસ
 સિવિલ કોર્ટ મહેમદાવાદના હુકમ બાદ આરોપીઓને અહીંની સબ જેલમાં રાખ્યા હતા. જેમાં માનસિંહ રાઠોડને 2-3 વાર તકલીફ થતા સારવાર માટે સીએચસીમાં લઇ જવામાં આવતા હતા. દુ:ખાવો થતો હોવાનું તે કહેતા તેઓની સારવાર કરાવાતી હતી. પોલીસના મારથી તેઓનું મૃત્યુ થયું નથી. તે ઉંમરલાયક હતા. ડી.પી. મહિડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મહેમદાવાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો