તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુનિયાદ ગામની સીમમાં વખ ઘોળનાર યુવાનનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇના કાયાવરોહણ પાસે પુનિયાદ ગામની સીમમાં ગતરોજ સાંજના 7-30 વાગે ગામના આદિવાસી યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.દવાની માઠી અસર થતા ગામલોકોએ સારવાર અર્થે પ્રથમ પોર સરકારી દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરતા આજરોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું.

ધૂળેટી પર્વની સાંજના પુનિયાદ ગામની સીમમાં ગામનો 20 વર્ષીય યુવાન ભાવેશ સુરેશભાઇ વસાવાએ આવેશમાં કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેની તબીયત લથડતા ઘર પરિવારના લોકોએ સારવાર અર્થે પોર ખાતે સરકારી દવાખાને લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાતા સારવાર દરમિયાન આજરોજ તેનું મોત થતા હોસ્પિટલ વર્ધી આધારે ડભોઇ પોલીસે નોંધ લઈ આગળ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો