તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોર્કશાયર ક્રિકેટ ક્લબના કોચ હેડન જેક્સને મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોળકા તાલુકાનાં લાણા ગામમાં આવેલી વસંત પાઠશાળામાં લંડન નિવાસી હેડન જેક્સને જે માત્ર 23 વર્ષનાં છે અને યોર્કશાયરમાં ક્રિકેટ ક્લબનાં હેડ કોચ છે. તેઓએ વસંત પાઠશાળામાં આવી બાળકોને સ્કારબ્રો ક્રિકેટ ક્લબ (યોર્કશાયર) અને રોબ સ્ટિફન રૂસ્ટ્ર તરફથી રમતગમતનાં સાધનો ભેટમાં આપ્યાં હતાં. તેમાં ઉત્તમ પ્રકારનાં બેટ, ક્રિકેટ કિટ, વોલીબોલ, સોફટ બોલ્સ, કટ બોલ્સ અને અદ્યતન પ્રકારના ગ્લોવ્ઝ, કોસ્ચ્યુમ વગેરે આપ્યા હતા.

બે વર્ષ પહેલા પણ હેડન લંડનથી આવી બાળકો સાથે વસંત પાઠશાળામાં કામ કરી ગયાં છે તેમને રમત-ગમતનાં અદ્યતન સાધનોની જરૂર જણાવી અને પ્રોમિસ કર્યું હતું કે હું લઈને આવીશ અને તે પ્રોમીસ તેમને પૂરું કર્યું. આ ઉપરાંત તેમણે લંડનની સ્ટીપ કાઉન્ટીની શાળા સાથે વસંત પાઠશાળાને જોડી બંને દેશોનાં બાળકો શિક્ષણનું અદાન-પ્રદાન કરી શકે તેવી ‘યેન ફ્રેન્ડશીપ’ પણ શરૂ કરી દીધી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો