Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુરમાં વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરાઈ
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં તા 12ના રોજ કિડની વર્લ્ડ ડેની ઉજવણી કરવામાં આવી છે. કિડની સ્વસ્થ રહે અને નાગરિકોને જાગૃત રહેવા ડો. અનિલ ધાકરે અપીલ કરી હતી. તેઓએ દર્દીઓને જણાવ્યું હતું કે કિડની શરીરની એક ખૂબ જ મહત્વનું નાજુક અંગ છે. એ ખરાબ ન થાય તેના માટે પાણી ખૂબ પીવું ડાયાબિટીસ અને બીપીને કંટ્રોલમાં રાખવું જોઈએ. પેઈન કિલર ગોળીઓનો ઉપયોગ ઓછો કરો, ફળ બને એટલા ખાવ, કિડનીમાં તકલીફ હોય તો પેશાબનું પ્રમાણ ઘટી જાય પગ ઉપર સોજો આવી જાય તો તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચવું જોઈએ તેમ દર્દીઓને જણાવ્યું હતું.
જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરમાં એપ્રિલ 2018થી કિડની યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. તેમાં 854 દર્દીઓને ડાયાલીસીસની સારવાર આપવામાં આવી છે. કિડની અંગેની તકલીફો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે.
જનરલ હોસ્પિટલમાં અત્યાર સુધી 854 દર્દીઓને ડાયાલીસિસની સારવાર આપવામાં આવી
_photocaption_છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરવામાં આવી. }વિવેક રાવલ*photocaption*