તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાજ સુધારામાં મિડિયાની ભૂમિકા વિષય પર વર્કશોપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીમાં સમાજ સુધારામાં મીડીયાની ભુમીકા વિષય પર વર્કશોપ યોજાયો હતો. હેમંત સુથાર

ભાસ્કર ન્યુઝ | ગોધરા

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીના કુલપતિની અધ્યક્ષતામાં સમાજ સુધારામાં મીડીયાની ભુમીકા વિષય પર આકાશવાણીના નિયામકની હાજરીમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીના કુલપતિ ર્ડો. પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા યનિવર્સીટી તમામ ક્ષેત્રે અગ્રીમ રહે તવા પ્રયત્નો પ્રથમ દિવસથી સતત કરતા રહ્યા છે. અને તેમની ટીમ દ્વારા સતત મહેનત દ્વારા પુર્ણ કરવામાં આવે છે. અને સિધ્ધી પ્રાપ્ત કરી ર્હયા છે. આવા જ કાર્યક્રમ સમાજ સુધારામાં મીડીયાની ભુમીકા વિષય પર વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમા ગોધરા આકાશવાણીના નિયામક ર્ડો. ગીતાબેન ગીડા તથા પ્રો.ર્ડો. જૈમીન શાસ્ત્રી ખાસ હાજર રહ્યા હતા.કુલપતિ ર્ડો. પ્રતાપસિંહે જણાવ્યુ હતુ કે આ વર્કશોપ દ્વારા મીડીયાનો રોલ સમાજ જીવનમાં કેવો હોવો જોઇએ,પત્રકારત્વનો ધર્મ શુ હોવો જોઇએ સહિતની જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી. કુલપતિએ શાળાના શિક્ષક અને આકાશવાણીમાં અધિકારી તરીકે ફરજ બજાવી ચુકેલા ધીરજભાઇ ગોસાઇને આ કાર્યક્રમ સમર્પણ કર્યો હતો.

ગોધરા આકાશવાણીના નિયામક ર્ડો. ગીતાબેન ગીડા દ્વારા પ્રોજેક્ટર દ્વારા વિવિધ નાટકો,સભાઓ તથા અન્યકાર્યક્રમો દર્શાવી વિદ્યાર્થીઓને મીડીયાની ભુમીકાથી માહીતગાર કર્યા હતા. અને તેને અનુરૂપ વતવ્ય રજુ કરી સમજ આપી હતી.

વર્કશોપમાં યુનિ.ના પ્રો.ર્ડો. જૈમીન શાસ્ત્રીએ પણ વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં શિક્ષણ સાથે લોક શિક્ષણનું પણ મહત્વ સમજાવ્યુ હતુ. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વર્કશોપને સફળ બનાવવા મીડીયમ ટીમના કન્વીનર ર્ડો. અનજયભાઇ સોની,અરૂણસિંહ સોલંકી તથા પ્રો.ગોડબોલે સહીત કર્મચારીઓએ સંપન્ન કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...