ખજૂરના પાનના રેસામાંથી સાવરણી બનાવતા શ્રમજીવીઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા પાસે આવેલ ગોલા ગામડી પાસે ખજૂરના પાનના રેસામાંથી દેશી હાથ બનાવટની સાવરણી બનાવતા શ્રમજીવી પરિવારોએ વસવાટ કર્યો છે. તેઓ ખજૂરીના રેસામાંથી બનાવેલી સાવરણીઓનું ખૂબ મોટા પ્રમાણમાં આ વિસ્તારમાં વેચાણ થતું હોવાનું જણાવી રહ્યાછે,

હાથ કારીગરીથી દેશી બનાવટની સાવરણી ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ વેચાય છે, હાથ કારીગરીની દેશી બનાવટની આ સાવરણી કિંમતમાં પણ પોસાય તેવી હોય છે, જેથી આ વિસ્તારના ગ્રામીણ લોકો આ સાવરણી ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે, વર્ષોથી આ ખજૂરના પાનના રેસામાંથી સાવરણી બનાવી વેચવા માટે આવતા પરપ્રાંતિય લોકો પોતાના પરિવાર સાથે અહીંયા ખુલ્લી જમીનમાં ઝૂંપડી બનાવી વસવાટ કરે છે અને સમસ્ત પરિવારજનો સાવરણી બનાવવાના કામે લાગી જાય છે, અને મોટા જથ્થામાં સાવરણી બનાવે છે અને અનેક જગ્યા એ આ સાવરની જથ્થા બંધ અને છૂટકનું વેચાણ કરવા માટે ફેરની કરતા હોય છે.

આ શ્રમજીવી પરિવારો પંચમહાલ જિલ્લાના દેવગઢ બારીયાના હોવાનું અને જુદાજુદા વિસ્તારોમાં વસવાટ કરી ચાર-છ મહિનાનું રોકાણ કરી સાવરણી બનાવી વેચાણ કરી ગુજરાન ચલાવતા હોય છે,આ સાવરણી માટેના ખજૂરીના પાન રાજસ્થાનથી મગાવતા હોય છે,આ સાવરણી ગોલાગામડી ખાતે જાહેર માર્ગો પર પણ ખૂબ વેચાણ થાય છે.

_photocaption_સંખેડા પાસે આવેલ ગોલા ગામડી પાસે ખજૂરીના રેસામાંથી હાથ બનાવટની સાવરણી બનાવતા શ્રમજીવીઓ તસવીરમાં જણાય છે. } સંજય ભાટીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...