તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતના બનાવમાં ન્યાય નહીં મળે તો કામદારની આત્મવિલોપનની ચીમકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલના કામદારને ઓપરેશન કરીને સળીયા નાખવામાં આવ્યા હતાં તથા અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. મકસુદ મલિક

ભાસ્કર ન્યુઝ | હાલોલ

હાલોલની કંપનીમાં કોન્ટ્રાકમાં નોકરી કરતા કામદારને ત્રણ માસ અગાઉ કંપનીમાં કાર ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જતાં યુવાનને ગંભીર ઈજાઓ પોહચતા પગમાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી અકસ્માત બાદ કંપની સંચાલકોએ કહેલી બાંહેધરી ભુલીને સંચાલકો એ મો ફેરવી લેતા નાસી પાસ થયેલ કામદાર યુવાન ન્યાય માટે પોલીસના શરણે જતા જ્યાં પોલિસે ફરિયાદ ન લેતા હતાસ થયેલા કામદારે ન્યાય નહિ મળે કંપનીના ગેટ પાસે આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચાંરતા ચકચાર મચી જવા પામી છે.

હાલોલના ખોડિયાર નગરમાં રહેતો પંકજ દલપત ભાઈ ચૌહાણ ઉ.23 પાનેલાવ સ્થિત એલમ્બિક

...અનુ. પાન. નં. 2

જિલ્લા પોલીસવડાને અરજી કરી
 કંપની અને કોટ્રાક્ટરે મારી સાથે વિશ્વાસઘાત કર્યા છે પોલીસ ફરિયાદ અમે કરીશુનું કહી તે વખતે ફરિયાદ નહીં કરવા દઈ દવા સહિત ઘર ખર્ચ અને નોકરીનો પગાર આપીશુંનું બહેધારી આપી હતી હવે હાથ અધ્ધર કરી લેતા હું ન્યાય માટે હાલોલ રૂરલ પોલીસ મથકે ગયો હતો પણ પોલિસે ફરિયાદ ન લઈ સમાધાન કરવાનું દબાણ કરતા પોલીસ વડાને ફરિયાદ કરી છે હાલ ઘરની તમામ જવાબદારી મારા પર છે મારી પત્ની ગર્ભવતી છે જો મને ટુક સમયમાં ન્યાય નહીં મળેતો હું આત્મ વિલોપન કરી લઈશ તેના માટે કંપની અને પોલીસ જવાબદાર રહેશે.પંકજ ચૌહાણ, કામદાર

અમારે કોઈ લેવાદેવા નથી
 એલમ્બિક કંપનીમાં કામદાર પંકજ ચૌહાણને કાર ચાલકે અડફેટે લઈ ઈજાગ્રસ્ત કરવાની ઘટનામાં કંપનીના એચ.આર અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે મને ઘટના અંગે થોડીથોડી ખબર છે કામદાર કોટ્રાક્ટનો માણસ છે. કાર પણ ટ્રાવેલ્સની છે હું ઓથોરાઈઝ પર્સન નથીને અમારે કોઈ લેવાદેવા નથી.સાયરેસ દેસાડીયા, HR.અધિકારી એલમ્બિક

લેખિત અરજી લીધી છે
 પાનેલાવની એલમ્બિક કંપનીમાં કાર ચાલકે કામદાર પંકજ ચૌહાણને અડફેટે લઈ અકસ્માતની ઘટના અંગે એક લેખિત અરજી અપાઈ છે જેની હાલ તપાસ ચાલુ છે એમ.ઝેડ.પટેલ, પી.આઈ.રૂરલ પોલીસ હાલોલ

અકસ્માત CCTVમાં કેદ થયો
પંકજ બનાવના દિવસે કંપનીમાં એક સેડ માંથી બીજા સેડમાં જતો હતો દરમિયાન કાર ચાલકે પંકજ ને અડફેટે લઈ ઈજાઓ પોહચાડી હતી અકસ્માતની સમગ્ર ઘટના કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે પંકજ એ પોલીસને આપ્યા છતાં પોલીસે અકસ્માતની ફરિયાદ ન લેતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે

સમાધાન ચાલુ છે
જે કારથી પંકજને અકસ્માત થયો છે જેમાં કંપનીવાળા કે ચાલકને પકડતા નથી ફરિયાદ કેમના કરાઈનું પૂછતાં સમાધાનની વાત ચાલુ હતી એટલે ફરિયાદ નથી કરાઈ તેમ ફતેસિંગ ચૌહાણ કોટ્રાક્ટરે જણાવ્યુ઼ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો