તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ પાલિકાના વોર્ડ નં- 2ની મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ શહેરમાં નગરપાલિકાની બેદરકારીને લઇને વોર્ડ નંબર-2માં ગુરૂકૃપા સોસાયટી વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું દૂષિત પાણી સાફ-સફાઈ સહિત પ્રશ્નોને મુદ્દે મહિલાઓએ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો. દુષિત પાણી સાથે મહિલાઓ ધસી ગઇ હતી.

વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 2 જીગર સોસાયટીમાં ઘણા સમયથી પીવાનું દૂષિત પાણી આવે છે. પાણીમાં ખૂબ દુર્ગંધ આવે છે. સોસાયટીના રસ્તાઓ પર નિયમિત સાફ-સફાઈ નહીં કરવામાં આવતા મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. મોટો રોગચાળો થાય તેવી સ્થિતિ સર્જાઇ છે અને સ્થાનિકો દ્વારા નગરપાલિકાને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજદિન સુધી પાલિકા દ્વારા કોઈ જાતનું કામ કરવાની તજવીજ હાથ ધરી નથી. જેથી ગુરૂકૃપા સોસાયટીની મહિલાઓ રોષે ભરાઈ હતી અને નગરપાલિકા ખાતે હાય હાય ના નારા બોલાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે પોતાના વોર્ડ નંબર 2 વિસ્તારના બાજુની સોસાયટીમાં રહેતા કાઉન્સિલર કાન્તીભાઈ પટેલ તેમની રજૂઆત સાંભળતા નથી. ત્યારે જો નળમાં આવતા દુર્ગંધ યુક્ત પાણી, ઉભરાતી ભૂગર્ભગટર સહિત નિયમિત સાફ-સફાઈનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ નહી કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. આ બાબતે તાત્કાલિક પગલા લેવાય તેવી મહિલાઓએ માંગ કરી હતી. અન્યથા નગરપાલિકા સહિતની તમામ ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મહિલાઓ દૂષિત પાણી સાથે ધસી ગઇ હતી. તસવીર જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...