ચુંવાળ પંથકના ભંકોડામાં વરઘોડો કાઢવાના મુદ્દે ગામના યુવાનો સાથે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળ પંથકના ભંકોડામાં વરઘોડો કાઢવાના મુદ્દે ગામના યુવાનો સાથે બોલાચાલી થઇ હતી. જાનથી મારી નાખવાની ઘમકી આપી હોવાની દેત્રોજ પોલીસ સ્ટેશનમાં આઠ સામે વરરાજાના ભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

દેત્રોજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ભંકોડા ગામે રહેતા રોહિત ચંદુજી ઠાકોરના નાનાભાઇ રણધીરના લગ્નની જાન સાથે વરઘોડો નીકળ્યો હતો. ઘોડા પર બેસી રણઘીર માતાજીના દર્શન કરવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન ભંકોડા ગામના યુવાનોએ વરઘોડો કાઢવા બાબતે બોલાચાલી કરી હતી. \\\"વરરાજાને ઘોડા પરથી ઉતારી દો અહીંથી વરઘોડો કાઢવાનો નથી. તમે બધા અહીંથી પાછા જતા રહો.\\\' તેવા પ્રકારની બોલાચાલી થઇ હતી. આ યુવાનોનું ઉપરાળું લઇને અન્ય યુવાનો પણ ભેગા થઇ ગયા હતાં.

આમ વરરાજા રણઘીર અને જાનૈયાઓને જાનથી મારી નાખવાની ધમકી આપતાં 8 શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાવામાં આવી છે. ભંકોડા ગામના ચમનસિંહ, મહેન્દ્રસિંહ, સિદ્ધરાજસિંહ, વિજયસિંહ, અનુભા, મહાવીરસિંહ, વિજયસિંહ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. વધુ તપાસ રાજુભાઇ થાવરાજી ASI કરી કહ્યાં છે. આ મામલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...