તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાંથી 20.40 લાખના દારૂના જથ્થા સાથે 2ની અટક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કપડવંજ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલ એક આખેઆખી ટ્રકને ઝડપી પાડી, બે શખ્સોની અટક કરી હતી. હાલમાં આ ટ્રક ક્યાંથી ક્યાં અને કોને ત્યાં જઇ રહી હતી તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે દારૂ સહિત કુલ રૂ.35.68 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમીના આધારે સોરણા પાટિયા પાસે ચાર રસ્તાએ વોચમાં હતા તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલ હરિયાણા પાસિંગની ટ્રકને રોકી અંદર તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 5100 બોટલ કિંમત રૂ.20,40,000 ની મળી આવતાં ચાલક હરમનદીપસિંગ કર્નલસીંગ ઇન્દ્રસીંગ જટ્ટ (શીખ)(રહે.હરિયાણા) તથા ક્લીનર પાલારામજી કશ્મિરચંદ પુંજુરામ ઓડ (રાજપુત) (રહે.હરિયાણા) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ ઉપરાંત રૂ.15 લાખની કિંમતની ટ્રક, આરોપીઓની અંગજડતીમા઼થી રોકડા રૂ.6800 તથા રૂ.8 હજારની કિંમતના 3 મોબાઇલ ફોન, શાકભાજીના વટાણાના 15 કંતાન કિંમત રૂ.12 હજાર મળી કુલ રૂ.35,68,000 નો મુદ્દામાલ કબજે લઇ તપાસ હાથ ધરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આગામી તા. 1 લી માર્ચ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો