તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપ્તધારાથી અમદાવાદના કર્મીઓએ બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગની સુચના અને માર્ગદર્શન મુજબ વન્દે ગુજરાત 2 ચેનલ પર ગુરૂવારે સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ કર્યો હતો. ગાંધીનગર સ્ટેટ આઇઇસી વિભાગના ચન્દ્રેશ શનિશ્ચરા અને અમદાવાદ જિલ્લાના નીલકંઠ વાસુકિયા, ડો.લલીત શાહ, ગૌરીબેન મકવાણા, જયદ્રત સોલંકી દ્વારા સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત જ્ઞાનધારા આધારીત કાર્યક્રમમાં પોતાના વિચારો રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલા પ્રા.આ.કેન્દ્ર, તાલુકા હેલ્થ ઓફિસ સહિતના વિવિધ સ્થાનો પર આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંધીનગર સ્ટેટ આઇઇસી વિભાગના ચન્દ્રેશ શનિશ્ચરા દ્વારા કરવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ફરજ બજાવતા નીલકંઠ વાસુકિયા દ્વારા સપ્તધારા થી સ્વાસ્થ્ય તાલીમથી થયેલ ફાયદા અંગે ઉદાહરણ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને વેગવંતુ બનાવવા માટે તથા સરગવાના સેવનને પ્રોત્સાહીત કરવા માટે તૈયાર કરવામાં આવેલ ગીતો રજુ કર્યા હતા. વિરમગામના ગૌરીબેન મકવાણા દ્વારા સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત જ્ઞાનધારાનું મહત્વ રજુ કરીને બેટી બચાવોનું ગીત રજુ કરવામાં આવ્યુ હતુ. બાવળાના ડો. લલીત શાહ દ્વારા જ્ઞાનધારાથી આપવામાં આવતા આરોગ્ય શિક્ષણ અંગે સમજ આપી હતી અને જ્ઞાનધારાના ઉપયોગ સમજાવીને ગીત રજુ કર્યા હતા. ધોલેરાના જયદ્રત સોલંકી દ્વારા આરોગ્ય વિષયક સંદેશ આપવામાં આવ્યા હતા. ટીબીની જનજાગૃતિ માટે પપેટ શો રજુ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...