તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ અને ઝાલાવાડમાં પવન ફૂંકાયો : છુટોછવાયો વરસાદ પડ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં મંગળવારે સાંજે હવામાનમાં પલટો આવતા વરસાદના કમોસમી છાંટણા પડ્યા હતા. જ્યારે સાણંદમાં સમી સાંજે એકાએક વાતવરણમાં પલટો આ‌વતા માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી. આથી ધરતીપુત્રોને શિયાળુ પાકને નુકસાન થવાની ભીતી સર્જાતા ચિતાનું મોજુ ફરી વળ્યું હતું.

ધંધુકા વિસ્તારમાં 25મી ફેબ્રુઆરીએ, મંગળવારની સાંજના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળો ઘેરાયા હતા. વરસાદના કમોસમી વાતાવરણને લીધે ખેડૂત વર્ગમાં ચિંતા ફેલાઇ છે. હવામાન પલટાને જનતા ચિંતાની નજરે નિહાળી રહી છે. જ્યારે બીજી સાણંદમાં મંગળવારે સમી સાંજે ૫ કલાકે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ધૂળની ડમરીઓ સાથે વંટોળ આવ્યો હતો. સમગ્ર વાતાવરણ વાદળછાયું બન્યું હતું અને ઠંડા પવનો ફુંકાવા લાગ્યા હતા. ઘઉં અને જીરુંના પાકો ખેતરોમાં ઉભા છે ત્યારે વાતવરણમાં પલટો જોઈ ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે બપોરે 12 કીમીની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વાતાવરણના પલટો આવ્યો હતો. જેમાં પાટડીના રણમાં વાવાઝોડુ આવ્યું હતું અને આદરિયાણા તેમજ હળવદ તાલુકાના ટીકર ગામે વરસાદ પડ્યો હતો. જ્યારે ધ્રાંગધ્રા અને લીંબડી પંથકમાંથી ખેડૂતોને પાક નુકસાનીનો ભય ઉભો થતા પરેશાન બની ગયા હતા. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં મંગળવારે બપોરે વાતાવરણ પલટાતા કાળા ડીબાંગ વાદળો આકાશમાં ઘેરાયા હતા. પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડવા લગી. આવી જ રીતે પાટડી, હળવદ, મૂળી, ધ્રાંગધ્રા, લીંબડીમાં પણ વાદળો ધેરાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર હવામાન વિભાગના નીલેશભાઇ પરમારના જણાવાયા મુજબ હજુ બે દિવસ પવન સાથે વરસાદી છાંટા પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સામાન્ય દિવસોમાં જ્યારે પવનની ગતી 3 થી 4 કિ.મી. પ્રતિ કલાક હોય છે ત્યારે મંગળવારે પવનની ગતી 12 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ હતી. ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોનને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

ક્યાંક માવઠું તો ક્યાં વાદળો ઘેરાયા : અમદાવાદ-સુરેન્દ્રનગરમાં મંગળવારે વાદળો ઘેરાતા વરસાદી માહોલ સર્જાયો હતો
અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે વાતાવરણ પલટાતાં અમુક સ્થળે કમોસમી વરસાદ પડ્યો હતો. આથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.તસવીર-હર્ષદ દવે, જિગ્નેશ સોમાણી, મનીષ પારિક

ધંધુકા

પાટડીનું રણ

રણમાં વાવાઝોડું, મૂળીમાં વરસાદી છાંટા
ધંધુકામાં માવઠું, સાણંદ- ધ્રાંગધ્રા લીંબડી પંથકમાં વરસાદી વાતાવરણને લઈ જીરૂ અને ઇસબગુલ સહિત શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે
આદરીયાણા

ટીકર ગામ

સાણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો