વિરમગામ, માંડલ, દેત્રોજમાં ‘બંધારણ ઘર’ અભિયાનને સર્વત્ર આવકાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં 25 જાન્યુઆરી 2020 ના રોજ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે દલિત શક્તિ કેન્દ્રમાં ‘બંધારણનું ઘર’ અનાવરણ કરવામાં આવ્યું હતું.

દલિત શક્તિ કેન્દ્રના માર્ટિન મેકવાન દ્વારા દેશમાં સૌ પ્રથમ “ બંધારણનું ઘર “ બનાવવાનો વિચાર આવ્યો હતો. દેશમાં આ ઘરના માધ્યમથી દેશ વાસીઓને સંવિધાનની સમજ આપવાના અભિયાનના ભાગ રૂપે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓમાં પણ 1000થી વધુ બંધારણના ઘરના પ્રતિક જુદા જુદા ગામોમાં લોકો આવીને અભિયાનને ટેકો આપવા ગામે ગામ લઈ ગયા હતા.

વિરમગામ, માંડલ, દેત્રોજમાં ઘર ઘર બંધારણ નું ઘર અભિયાન હેઠળ સુરભી ગૌત્તમ (આઈ.એ.એસ), નાયબ કલેકટર વિરમગામ, પ્રવિણકુમાર (આઈ.પી.એસ), એસ.પી. વિરમગામ, ડૉ. વિરલ વાઘેલા (THO), નરેશ રાવલ (રજિસ્ટ્રાર) વિરમગામ કોર્ટ, રૂક્ષાનાબેન ગિલાની (પ્રમુખ, બાર એસોશિયેશન)ને કિરીટ રાઠોડ (દલિત અગ્રણી), નવધણ પરમાર, ગિરીશ રાઠોડ, મનોજ ચૌહાણ, હરેશ ચૌહાણ, રાકેશ સોલંકી દ્વારા બંધારણના ઘરનું પ્રતીક આપી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દરેક સરકારી શાળાઓ, પંચાયત ઘર, કોર્ટ, વકીલો, પોલીસ સ્ટેશન તથા અન્ય કચેરીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બંધારણનું ઘર પહોંચાડવામાં આવી રહ્યું છે. આ અભિયાનને વેગવંતુ કરવા લોકોને ઘરે ઘરે બંધારણ ઘર પ્રતિક રૂપેે વસાવવાની અપીલ કિરીટ રાઠોડ (સંયોજક. દલિત અધિકાર મંચ,ગુજરાત) દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...