Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર જિલ્લામાં હોળી પછી અઠવાડિક હાટ ઉજ્જડ બન્યો
છોટાઉદેપુર જિલ્લામાં હોળી પર્વ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. કોઈ અઘટિત ઘટના પણ બની નથી. હોળીના અઠવાડિયા અગાઉ હાંટ બજારમાં ખરીદી અર્થ ભારે ભીડ જામતી હતી. હોળી પછી આ હાટ ઉજ્જડ બની ગયા છે.
અઠવાડિક છોટાઉદેપુર જિલ્લામાં હાટ બજારની અંદર શહેરની અંદર દુકાનદારો ધંધો કરે છે તેના કરતાં બમણો ધંધો હાટ બજારમાં તંબુ બાંધી દુકાન કરતા વહેપારીઓ કરે છે. અને એમાં હોળી, દિવાળી તથા અન્ય સીઝનમાં ભરપૂર ધંધો થાય છે. આ બધા ધંધા રોકડીયા થતા વહેપારીઓને ખૂબ રાહત થાય છે.
હવે આદિવાસીઓને જરૂરિયાત રેશન, કપડાં, વાસણ, ચાંદીના દાગીના હાટ બજારમાં મળી જતા શહેર સુધી બહુ ઓછા આવે છે. જે આદિવાસીઓને બહાર મજૂરીએ જાય છે. તેઓ ત્યાંથી ખરીદ કરીને આવે છે. હવે તેઓની અંદર પણ શહેરી કરણ આવી ગયું છે.
હોળી પર્વ પછી અઠવાડિક હાંટ બજારમાં એકાએક મંદી આવી જાય છે. જુદી જુદી વસ્તુઓ ખરીદ કરનાર વ્યક્તિઓ દેખાતી નથી અને અઠવાડિક દરેક હાંટ બજારમાં તેજી ટૂંક સમયમાં લગ્ન સિઝન શરૂ થશે અને મહુડા પડવાના શરૂ થતા 15 દિવસ પછી હાટ બજારમાં ભીડ જોવા મળશે.
ચાલુ વર્ષે હાટ બજારના વહેપારીઓ બુમો પાડતા હતા એ અગાઉના વર્ષો જેવો ધંધો નથી એમાં મહત્વનો ભાગ ચોમાસાની અંદર જે ભારે વરસાદ થયો અને પાક ઉત્પાદન ઉપરમાંઠી અસરો થઈ છે. ઘણા ખેડૂતોના હાથમાં કશું ઉત્પાદન આવ્યું નથી. જેને લઈને ખરીદી ઉપર કાપ મૂકી દીધો હોય તેમ લાગે છે.
આદિવાસી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ-પાવીજેતપુર-અને છોટાઉદેપુરના ખેડૂતો વરસાદી ખેતી ઉપર વર્ષોથી મદાર રાખે છે. ચાલુ વર્ષે વરસાદના કારણે તેઓની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું છે. જેને લઈ વહેપારીઓ બુમો પાડી રહ્યા છે.
_photocaption_છોટાઉદેપુરમાં શનિવારનો અઠવાડિક સુમસામ ઉજ્જડ હાટ. } વિવેક રાવલ*photocaption*