તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદાના 4.27 લાખ મતદારોને વોટર્સ સ્લીપ વિતરણ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદામાં 23મીએ થનારી ચૂંટણી પહેલાં 4.27 લાખ જેટલા મતદારોને ઘરે જઇને વોટર સ્લીપનું વિતરણ કરાઇ રહયું છે. મતદાન આડે ગણતરીના પાંચ દિવસ બાકી રહયાં છે ત્યારે આ કામગીરી પુરી થશે કે કેમ તે એક સવાલ છે. હાલ તો 626 બીએલઓ મતદારોનો સંપર્ક કરી વિતરણની કામગીરી કરી રહયાં છે.

છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મતવિસ્તાર તેમજ ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન માટે ચૂંટણીતંત્ર દ્વારા 626 જેટલા બીએલઓના માધ્યમથી જિલ્લાની મતદાર યાદીમાં નોંધાયેલા 4,27,492 જેટલા મતદારોને ઘેર ઘેર ફરીને વોટર સ્લીપ અને કુટુંબદીઠ માર્ગદર્શિકા સંપૂટનું વિતરણ થઇ રહ્યું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતનાં ચૂંટણીપંચ તરફથી મતદારોને વિતરણ કરવામાં આવેલી ફોટો વોટર સ્લીપના ફક્ત માર્ગદર્શન માટે છે, તેનો ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહિ.આ ઉપરાંત જિલ્લાનાં 85 જેટલા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મતદારોને બ્રેઇલ લીપીવાળા મતદાર ઓળખપત્ર (Epic card) નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં નાંદોદમાં 67 અને દેડીયાપાડામાં 18 પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.

23મીએ થનારી ચૂંટણી પહેલા દરેક મતદારને ઘરે ઘરે જઇ વોટર સ્લીપ આપવાનું આયોજન છે પણ ચુંટણી આડે 5 દિવસ બાકી રહયાં હોવાથી આ કામગીરી પુરી થશે કે કેમ તે એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...