તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર નગરમાં માર્ચ મહિનાથી એક દિવસના આંતરે પાણી અપાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર નગર પાલિકાના બંને વોટરવર્ક્સ ઓરસંગ નદી આધારિત ચાલી રહ્યા છે, પરંતુ ઓરસંગ નદીમાં હવે પાણી રહ્યું નથી. જેથી રોજ પ્રજાને પાણી 60 લાખ લીટર આપવું પડે છે. એટલો જથ્થો વોટરવર્ક્સના કૂવામાં માંડ માંડ એકત્રિત થાય છે. જેથી માર્ચ માસથી પ્રજાને એક દિવસના આંતરે પાણી આપવાનું નક્કી થઈ ગયું છે.

માર્ચ માસમાં તાપમાન એકદમ વધી જશે અને ઓરસંગ નદીમાં રેતીનું પ્રમાણ નહિવત રહેતા જે કાંઈ પણ પાણી હશે. એ સુકાઈ જશે એટલે છોટાઉદેપુરને પાણીની ભારે મુશ્કેલી આગામી દિવસોમાં આવવાની છે. પ્રજાને પાણીની મુશ્કેલીના પડે એના માટે હેન્ડપંપોનું આયોજન કર્યું છે, પરંતુ એ 40 હજારની વસ્તી માટે ઓછા પડે તેમ છે. અત્યાર સુધી એવી આશા હતી કે હાફેશ્વરથી દાહોદ પાણી યોજના બની રહી છે. એનું પાણી માર્ચ માસમાં આપવાની વાત હતી. આ યોજનાનું પાણી છોટાઉદેપુરને પણ મળવાનું છે, પરંતુ તેની કામગીરી રૂમડિયા ગામે અટકી પડી છે. એનો ઉકેલ જલ્દી આવે તેમ લાગતું નથી. જેથી તેની ઉપર આશા રખાય તેમ નથી. નગરપાલિકા વારીગૃહ સમિતિના ચેરમેન પ્રશાંતભાઈ પટેલે ફોન ઉપર જણાવ્યું હતું કે અમારી નગરપાલિકાની સામાન્ય સભા તા.28ના રોજ મળનાર છે. તેમાં પાણી અંગે ચર્ચાઓ કરી અમો તા.1 માર્ચથી પ્રજાને એક દિવસના અંતરે પાણી આપીશું. પ્રજાએ પાણીના વપરાશ ઉપર સંયમ રાખવો પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો