તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસાણીયા ગામમાં 50 વર્ષથી પાણીની સમસ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડીયા તાલુકાના વેસણીયા ગામ કેટલા ઘણા સમયથી પાયાના વિકાસના કામોથી વંચિત છે. વાઘોડીયા ધારાસભ્ય કે સાંસદ સભ્ય ફકત ચૂંટણી આવે ત્યારે વોટ લેવા માટે જ અમારા ગામમાં દેખાય છે પછી કોઈ દિવસ અમારા ગામની મુલાકાત લીધી નથી તો ધારાસભ્ય કે સાંસદ સભ્યની ગ્રાન્ટોનો લાભ કેમ અમારા ગામને મળતો નથી. તાલુકાના અનેક ગામોમાં વિકાસના કામો આપવામાં આવે છે તો અમારા વેસણીયા ગામને કેમ વિકાસના કામોનો લાભ આપવામાં આવતો નથી તેવું ગામજનો જણાવી રહ્યાં હતાં.

વેસણીયા ગામની પ્રજાને કેટલી સમસ્યાનો સામનો કરવો પડે છે. વેસણીયા ગામની પ્રજા ખેતીવાડી તેમજ પશુપાલન ઉપર પોતાનું ગુજરાન ચલાવી જીવી રહ્યાં છે ત્યારે ગામની પ્રજાને વિકાસના કામોની સુવિધા ન મળતા અનેક સમસ્યાથી ઘેરાયેલુ છે. ગામની મોટામાં મોટી સમસ્યા પાણી છે આ ગામની પ્રજાનું કહેવું છે કે ...અનુસંધાન પાના નં.2

વાઘોડીયા તાલુકાના વેસણીયા ગામ કેટલા ઘણા સમયથી પાયાના વિકાસના કામોથી વંચિત છે. તસવીર - પ્રકાશ પટેલ

અધિકારીને રજૂઆતો કરી છે છતાં પરિણામ શૂન્ય
અમારા ગામ વેસણીયાને ધારાસભ્ય કે સાંસદ સભ્યની ગ્રાન્ટોનો આજ સુધી લાભ આપવામાં આવ્યો નથી તેમજ ધારાસભ્ય કે સાંસદ સભ્ય એક પણ વખત અમારા ગામની મુલાકાત લીધી નથી. પાણીની સમસ્યા માટે અનેક અધિકારીને રજૂઆતો કરેલ છે છતાં કોઈ નિરાકરણ આવતું નથી. ઘણા સમયથી રાજીવગાંધી હોલ ફક્ત ચાર દિવાલો બનાવી છોડી દેવામાં આવેલ છે છતા તેની કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી આની માહિતિ માંગી છે પરંતુ મને માહિતિ કેમ આપવામાં અધિકારીઓ વિલંબ કરે છે. સોમાભાઈ, ડે.સંરપચ વેસાણીયા

કામ છોડીને પહેલા પાણીની સગવળ કરવી પડે છે
અમારા ગામમાં છેલ્લા 50 વર્ષથી પાણીનું દુ:ખ છે. સવારથી પાણી માટે લાઈનમાં ઉભા છે ઘરનું તેમજ ખેતીનું કામકાજ છોડીને પહેલા પાણીની સગવળ કરવી પડે છે. શાંતા બેન, રહીશ, વેસાણીયા ગામ

અન્ય સમાચારો પણ છે...