તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોરટ વર્ક્સ-સ્ટ્રીટ લાઇટના બાકી લાઇટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોરટ વર્ક્સ-સ્ટ્રીટ લાઇટના બાકી લાઇટ

આ બાબતે જોવા જઇએ તો ડભોઇ નગરની MGVCL કંપની દ્વારા તાજેતરમાં જ પાલિકાના બાકી પડતા 7 વીજ જોડાણોના છેલ્લા છ માસથી બિલો ન ભરાતા પાલિકા પાસે MGVCLનાં બાકી પડતા કુલ રૂપિયા 46,33,416.49 માટે 24 કલાકની મુદતની આખરી નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં સ્ટીટ લાઇટો તથા વારી ગૃહના મળી કુલ 7 જેટલાં કનેક્શનો પાલિકા ધરાવે છે. પ્રજાની પ્રાથમિક સુવિધાઓ સામે પાલિકા વેરાઓ પણ લે છે. એટલું જ નહીં આ સિવાય વ્યવસાય વેરો વાહન વેરો લારી ગલ્લાઓ પાસેથી રોજેરોજ વેરા ઉઘરાવે છે. જો નગરજનો વેરા ન ભરે તો તેઓનાં ગટર કે પાણીના કનેક્શનો કાપી નાંખવામાં આવે છે. આમ ચારેવ બાજુથી આવકનો સ્ત્રોત હોવા છતાં જ્યારથી આ બોર્ડ સત્તા પર આવ્યું છે. ત્યારથી માત્ર વિકાસ કરતા વિવાદોનું પ્રમાણ જ વધુ જોવા મળ્યું છે. પ્રજાની સુવિધાઓ કે સેવાઓની પડેલી જ નથીનું સ્પષ્ટ જોવા મળે છે. કુલ 7 વીજ કનેક્શનો ઓગષ્ટ માસથી બાકી પડતી રકમમાં 1) 47318.54 2) 1358633.39 3) 627804.68 4)1205849.59 5)2.18 6) 540477.15 અને 7)427461.96 મળી કુલ 46,33,416.49

રૂપિયા બાકી છે. આ બાકી પડતી રકમ માટે MGVCL દ્વારા 12મી જાન્યુઆરી ભરવાની અગાઉ પાલિકા દ્વારા બાંહેધરી આપવા છતાં આજદીન સુધી આ રકામ પાલિકા દ્વારા ભરવામાં ન આવેથી આખરે કંપનીએ તાજેતરમાં જ જો 24 કલાકમાં આ રૂપિયા નહી ભરાય તો કોઇપણ પ્રકારની જાણ કે નોટીસ આપ્યા સિવાય સ્ટ્રીટ લાઇટનું જોડાણ કાપી નાંખવામાં આવશેનું સ્પષ્ટ જણાવી દીધુ. આ બાબતે પ્રજાને પડતી તમામ હાલાકીની જવાબદારી પણ પાલિકાની રહેશેનું પણ આ આખરી નોટીસમાં જણાવી દીધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો