તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘોડિયા જય અંબે ચોકડી પાસેથી એક લૂંટારો ઝડપાયો, બે શખ્સ ગાડીમાં ફરાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાના વાઘોડિયા રોડના ચિમનલાલ પાર્કમાં રહેતો મુગેશ પ્રણયરતન સોરલ પોતે ડ્રાઇવિંગનો ધંધો કરી પરિવાર સાથે રહે છે. ગઈ કાલે સાંજના મુગેશ પોતાની કાર લઈ વડોદરાના રેલવે સ્ટેશન નં. 6ના પાર્કિંગ પાસે કારમાં બેઠો હતો. ત્યારે એક અજાણ્યો ઈસમ આવી કાર વાઘોડીયા ભાડે લઈ જવાનું નક્કી કરી અને આગળથી બીજા બે વ્યક્તિ પણ આવશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ થોડે દૂર જઈ બીજા બે ઇસમો પણ કારમાં બેસી ગયા હતા. આ ત્રણે ઇસમો વાઘોડિયા ખાતે કારમાં બેસી આવ્યા બાદ કાર ચાલક મુગેશને ગોરજ તરફ જવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આગળ જતાં રસ્તામાં ત્રણે ઇસમોએ જણાવ્યું હતું કે અમારે બાથરૂમ જવું છે, ગાડી અહીં ઉભી રાખો. જેથી મુગેશે અંધારામાં રોડ પર ગાડી ઉભી રાખી હતી.

જેથી ત્રણેય ઈસમો ઉતરી બાથરૂમ જઈને આવ્યા બાદ કારચાલકને ધાક ધમકી આપી કારની પાછળ સીટ ઉપર બેસાડી આજુ-બાજુ બે ઇસમો બેસી ગયા હતા. રેલવે સ્ટેશન પર મળેલા ઈસમે ગાડી ચલાવી યુ ટન મારી વાઘોડિયા તરફ આવતા હતા તે વખતે મુગેશને ધાક ધમકી તેમજ મારી નાખવાની ધમકી આપી. તેની પાસેથી રોકડા 3 હજાર રૂપિયા તેમજ મોબાઈલ ફોન તથા એટીએમ કાર્ડ લઈ લીધા હતા. વાઘોડિયા જય અંબે ચોકડી પાસે આવેલા એસબીઆઈના એટીએમ પાસે ગાડી ઉભી રાખી મુગેશના એટીએમનો પીન નંબર ધાક ધમકી આપીને લઈ એક ઈસમ પૈસા ઉપાડવા ગયો હતો. ત્યારે બંધક બનેલા મુગેશે ઝપાઝપી કરી કારનો દરવાજો ખોલી કારમાંથી ઉતરી બચાવો બચાવોની બૂમા બૂમ પાડતાં ઊભેલા લોકોએ બૂમો સાંભળતા જ કાર તરફ દોડી આવ્યા હતા. જેથી કારમાં બેઠેલા બે લૂંટારા કાર લઈને ભાગી ગયા હતા. પરંતુ એક લૂંટારો એટીએમમાં પૈસા ઉપાડવા ગયો હતો તે ઈસમને બતાવતા લોક ટોળાએ પકડી પાડ્યો હતો. તેને પકડી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જેમાં પકડાયેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ રીઝવાનખાન મહંમદખાન મહીડા રહે. આંકલાવ અંબાલી રોડ તા. જિ. આણંદ તેમ જણાવેલ હતું. તેમજ કાર લઈને ભાગી જનાર બે ઈસમમાંથી એક ઉસ્માન માનસીંગ ચૌહાણ રહે. નાપળ ...અનુસંધાન પાના નં.2

વાઘોડિયા ચોકડી પાસે એક શખ્સ એસબીઆઇના એટીએમમાં પૈસા લેવા ગયો હોવાથી ડ્રાઇવરે કારમાંથી બહાર નીકળી બૂમો પાડતાં લોકોએ તેને ઝડપી પાડ્યો

ગાડી લઈ ભાગી ગયેલા બે આરોપીની શોધખોળ હાથ ધરાઈ

મુગેશ કાર ચલાવે છે તેને વડોદરા રેલવે સ્ટેશનથી કાર ભાડે કરી વાઘોડીયાની હદમાં આવી તેની પાસેથી મોબાઇલ, રોકડા ૩ હજાર રૂપિયા, એટીએમ કાર્ડ લઈ લીધા હતા અને જય અંબે ચોકડી પાસે એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયો હતો ત્યાં એક ઈસમ ઝડપાયો હતો અને બીજા બે ગાડી લઈ ભાગી છૂટયા હતા. તેમની શોધખોળ હાથ ધરી છે. > કલ્પેશ સોલંકી, DYSP

_photocaption_વાઘોડિયીની લૂંટનો ભોગ બનેલ ડ્રાઈવર મુગેશ પ્રણયરતન સોરલ.*photocaption*

_photocaption_લૂંટના બનાવમાં ઝડપાયેલો આરોપી રીઝવાનખાન મહંમદખાન મહીડા. } પ્રકાશ પટેલ*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો