તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજમાં ભારત વિકાસ પરિષદ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ | રાષ્ટ્રવાદ અને સામાજિક સેવાની અનેક પ્રવૃત્તિઓ કરતી ભારત વિકાસ પરિષદ કપડવંજ શાખા દ્વારા શહેરના ઘરે ઘરે સંપર્ક સાથે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. શહેરના મતદાતાઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેમજ દરેક મતદાર મતદાનના હકથી સજાગ થઇને વધુમાં મતદાતાઓને મતદાન કરાવે તે માટે ભારત વિકાસ પરિષદના સભ્યોની અલગ અલગ ટીમ શહેરની પોળો અને સોસાયટીઓમાં નાની બેઠકો યોજી મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. મતદાન જાગૃતિ અભિયાનના આ કાર્યમાં સંસ્થાના પ્રમુખ કે. કે. પટેલ, મંત્રી સુરેશ પારેખ, ઉપપ્રમુખ એ.જે. રાવલ, ડો. જે.આર. ચૌહાણ સહિતના સભ્યો જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...